1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- શું તમે ક્યારેય સ્પાઈસી પનીર તંદુરી વ્હાઈટ ટિક્કા ખાધા છે,જો નહી તો જોઈલો તેને બનાવાની તદ્દન સરળ રેસિપી
કિચન ટિપ્સઃ- શું તમે ક્યારેય સ્પાઈસી પનીર તંદુરી વ્હાઈટ ટિક્કા ખાધા છે,જો નહી તો જોઈલો તેને બનાવાની તદ્દન સરળ રેસિપી

કિચન ટિપ્સઃ- શું તમે ક્યારેય સ્પાઈસી પનીર તંદુરી વ્હાઈટ ટિક્કા ખાધા છે,જો નહી તો જોઈલો તેને બનાવાની તદ્દન સરળ રેસિપી

0
Social Share
  • સાહિન મુલતાનીઃ-પનીર ટિક્કા આપણે સૌ કોઈએ રેસ્ટોરન્ટમાં ખૂબ ખાધા હશે, જો કે આ પનીર ટિક્કા જનરલી ગ્રીન અથવા રેડ હોય છે,પરંતુ જો તમે સ્પાઈસી ખાવાના શોખીન છો તો આજે પનીર ટિક્કાની એક મજેદાર રેસિપી લઈને આવ્યા છએ,જેનું નામ છે સ્પાઈસી વ્હાઈટ પનીર ટિક્કા જે ઘરના જ મલાસામાંથી બની જાય છે અને કઢાઈમાં બને છે.તો ચાલો જોઈએ તેને બનાવાની આ રીતક

    સામગ્રી

  • 300 ગ્રામ – પનીરના ટૂકડા એક સરખા કટ કરેલા
  • 1 નાની ચમચી – મરીનો પાવડર
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • 6 ચમચી – લીલા મરચા ની એકદમ જીણી દળેલી પેસ્ટ
  • 1 ચમચી – ગરમ મસાલો ટિક્કાનો કોઈ પણ
  • 2 ચપટી – હરદળ
  • 1 ચમચી – લીબુંનો રસ
  • 3 ચમચી – આદુ લસણની જીણી દળેલી પેસ્ટ
  • 3 ચમચી – મોરુ દહીં
  • 4 ચમચી – તેલસૌ પ્રથમ પનીરને એક મોટા વાસણમાં લઈલો, હવે તેમાં દહીં અને લીબુંનો રસ એડ કરીને બરાબર મિક્સ કરીદો.

    હવે તેમાં આદુ લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, મરીનો પાવડર હરદળ-મીઠું એડ કરીને ફરી એક વખત બરાબર મિક્સ કરો.

    હવે તેના પર ગરમ મલાસો નાખઈને બરાબર ફરી મિક્સ કરીને આ વાસણને ટાઈટ ઢાકણ વડે ઢાકીને 1 કલાક સુધી મેરિનેટ થવાદો.

    હવે એક નોન્સટિક પેઈન લઈલો તેમાં તેલ લો અને ગરમ થવા દો.

    હવે તેલ ગરમ થઈ જાય એટલે આ પેનમાં મેરિનેટ કરેલી બધા પનીરના ટૂકડાઓ એક એક કરીને ગોઠવીદો, હવે ગેસની ફઅલેમ ઘીમી રાખીને પેન પર ઢાકણ ઢાકી 5 મિનિટ થવાદો,

    હવે 5 મિનિટ બાદ આ ટિક્કાને ફેરવી દો અને ફરી 5 મિનિટ થવાદો,

    ત્યાર બાદ જો પનીરમાં થોડી પાણી છૂટ્યું હોય તો ફરી પનીરની પેન નું ઢાકણ કાઢી ખુલ્લી પેનમાં પનીરનું પાણી 5 મિનિટ સુધી બાળી દો, આ રીતે બધો મસાલો પનીર પર ચોંટી જશે અને પાણી બરી જશે,તૈયાર છે.

    હવે આ પનીરને એક સળીમાં ભેરવી દો , અને ગેસની આગ પર 2 મિનિટ સુધી શેકીલો તમારા સ્પાઈસી પનીર વ્હાઈટ ટિક્કા .જેને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code