
કિચન ટિપ્સઃ- જો બાળકોને પાલકનું શાક નથી ભાવતું આ રીતે પાલકનીભાજીને બનાવો ટેસ્ટી અવને ચિઝી
સાહિન મુલતાનીઃ-
પાલકની ભાજી કે જેને ખાવાથી અનેક પોષક તત્વો મળી રહે છે જો કે પાલકની ભાજી બાળકોને પસંદ આવતી નથી પરંતુ આજદે આ ભાજીને કંઈક અલગ રીતે બનાવીશું જેનાથી તેનો ટેસ્ટ વધવાની સાથે તે લૂકમા પણ બાળકોને ગમતી થશે.
સામગ્રી
- 1 નંગ – પાલકની ઝુડી( સાફ કરીને તેના પાનને પાણીમાં બાફીને નીતારીલો)
- 2 ચમચા – લસણની પેસ્ટ
- 1 ચમચી – ચીલી ફ્લેક્શ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 4 નંગ – ચિઝની ક્યૂબ
- 4 ચમચી – છીણેલું પનીર
- 2 ચમચી – દંહી
- 2 ચમચી – તેલ અથવા બટર
- 1 ચમચી – જીરુ
સૌ પ્રથમ એક કાઢીમાં તેલ અથવા બટર ગરમ કરી તેમાં જીરુ લાલ કરીદો ત્યાર બાદ તેમાં લસણ નાથીને સાંતળીલો
હવે બોઈલ કરેલી પાલકની ભાજીને મિક્સરમાં ક્રશ કરીલો
હવે આ કઢાઈમાં ક્રશ કરેલી ભાજી એડ કરીને ચીલી ફ્લેક્શ તથા મીઠું એડ કરીદો
હવે 2 મિનિટ ઢાકીને થવાદો ત્યાર બાદ તેમાં છીણેલું પનીર એડ કરીને મિક્સલકરો
હવે લાસ્ટમાં ચિઝ એડ કરીને 2 મિનિટ કાઢાઈ પર ઢાકણ ઢાકીને થવાદો તૈયાર છે પાલકની ચિઝી ગ્રેવી ભાજી જે બાળકોને બ્રેડ સાથે રોટી સાથે કે રાઈસ સાથે આપી શકાય છે
જે બાળકો પાલકની ભાજી પસંદ નથી કરતા તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે ટિફિનમાં પણ તમે આ ચિઝી ભાજી આપી શકો છો