
કિચન ટિપ્સઃ- આલુ છોલે ચાટ ખાવાનું મન થયું હોય તો હવે ઘરે જ બનાવો આ ઈઝી રીતથી
સાહિન મુલતાની-
આપણાને ચાટ ખૂબ પસંદ હોય છે ચાટ માં ખાસ કરીને આલુ ચાટ ફેસમ છે પરંતુ આપણે તેમાં ચણા , છોલે ચણા વટાણા વગેરે એડ કરીને ચાટમાં વેરાયટી બનાવીએ છીએ તો આજે આલુ છોલે ચાટ બનાવાની રીત જોઈશું જે ખૂબ સરળ છે.
બીજી મહત્વની વાત એ છે કે આ ચાટ બનાવવા માટે તમે અગાઉથી ચટણી પણ તૈયાર કરીને ફ્રીજમાં રાખી શકો છો જેથી ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે આ ચાટ બનાવી શકો છો.
આ સાથે જ છોલે ચણાને બાફીને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છઓ જે ઈન્સ્ટન્ટ ચાટ બનાવવા માટે તમને કામ લાગે છે જ્યારે બટાકાને પણ બાફઈને ફઅરીજમાં સ્ટોર કરી શકો છઓ ચાટ બનાવાના સમયે તમે તેને સેલોફ્રાય કરીલો.
સામગ્રી
- 1 કપ – બાફેલા છોલેચણા
- 3 નંગ – બાફેલા બટાકા
- જરુર મુજબ – ગ્રીન ચટણી ( લીલા ઘણા, ફુદીનો, મીઠું, તેલ, લસણ અને તીખા લીલા4 મરચા)
- જરુર મુજબ – ગોળ આમલીની ચટણી
- લીલા ઘાણા જીણા સમારેલા
- જરુર પ્રમાણે – સંચળ
- જરુર પ્રમાણે – મરી પાવડર
- જરુર પ્રમાણે -શેકીને દળેલું જીરું
- જરુર પ્રમાણે – દંહી
સૌ પ્રથમ બાફેલા બટાકાના નાના ટૂકડાઓ કરીને તેલમાં સેલો ફ્રાય કરી લો.
હવે આ ટૂકડાઓને જરુર પ્રમાણે એક બાઉલમાં લો તેમાં જરુર પ્રમાણે છોલે ચણા એડ કરો
હવે આ ચણા બટાકામાં સ્વાદ અનુસાર સંચળ, મરીનો પાવજર અને જીરાનો પાવડર એડ કરીને બરાબર મિક્સ કરીદો
હવે તમારા સ્વાદ અનુસાર તેમાં ગ્રીન ચટણી અને ગોળઆમલીની ચટણી અને દહીં એડ કરો
હવે ત્યાર બાદ ચાટને લીલા ઘાણા નાખીને સર્વ કરો તૈયાર છે તમારો આલું છોલે ચાટ