કિચન ટિપ્સઃ- જો તમારા બાળકોને મગ નથી ભાવતા તો રોટલી સાથે બનાવી આપો દહીમગનું આ ખટ્ટું
- સાહિન મુલતાનીઃ-
સામાન્ય રીતે મગ મોટા ભાગના લોકોને ભાવતા નથી હોતા જો કે મગ અનેક ગુણોથી ભરપુર હોય છે દરેક બીમારીમાં મગ ખાવાથી રાહત મળે છએ ખાસ કરીને મગનું શાક બનાવીએ ત્યારે બાળકો ખાસ આનાકાની કરે છે,પરંતુ આજે દહી મગનું ખટ્ટુ શાક બનાવીશું જે બાળકો પણ હોંશે હોંશે ખાશે, તમારા બાળકે 2 રોટલીની જગ્યા 3 રોટલી ખાય જશે તેવા સ્વાદિષ્ટ દહી વાળા મગ બને છે.
સામગ્રી
- 1 કપ મગ – બાફઈ લેવા
- 1 નંગ – જીણી સમારેલી ડુંગળી
- 2 કપ મોરું દહીં
- 3 ચમચી – આદુ મપચા લસણની પેસ્ટ
- સ્વાદ પ્રમાણે મીઠું
- અડધી ચમચી -હળદર
- 1 ચમચી – ઘાણાજીરાનો પાવડર
- 1 ચમચી – જીરું
- 3 ચમચી – તેલ
- થોડા જીણા સમાલેરા લીલા ઘાણા
સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં તેમાં ડુંગળી એડ કરીને જીરુ એડજ કરી બ્રાઉન થાય ત્યા સુધી સાંતળીલો
હવે તેમાં મરચા-સલણની પેસ્ટ એડ કરીદો અને સ્વાદ અનુસાર મીઠું તથા હરદળ નાથીને 2 મિનિટ થવાદો
ત્યાર બાદ આ મસાલામાં મગ એડ કરીને થોડું 4 ચમચી જેટલું પાણી નાખી મગને ઉકળવા દો
હવે તેમાં લીલા ઘાણા, ઘાણાજીરુ પાવડર અને દહીં નાખઈને બરાબર મિક્સ કરીદો અને 4 થી 5 મિનિટ સુધી ગરમ થવાદો ત્યાર બાદ ગેસ બંઘ કરીલો તૈયાર છે ખાટ્ટા મહનું શાક જે ખાવામાં સ્વાદિષ્ટ લાગશે.