
કિચન ટિપ્સઃ- ઠંડીની સાંજે માત્ર 10 જ બનાવો આ ઘઉંની થુલીનું ટેસ્ટી ગરમા ગરમ સુપ
સાહિન મુલતાનીઃ-
શિયાળો આવતાની સાથએ જ સુપ પીવાનું મન થાય છે અને એમા પણ જો સાંજે ગરમા ગરમ સુપ મળી જાય તો નમજા બમણી બની જાય છે. આજે ઘઉનું સુપ બનાવાની આનોખી રીત જોઈશું કદાચ જ તમે આ ઘઉનું સુપ પીઘુ હશે તો ચાલો જાણીએ આ સુપ કઈ રીતે બને છે.
સામગ્રી
- 1 કપ – ઘંઉના ફાડા
- 1 ચમચી – કતરેલું લસણ
- 1 ચમચી – કતરેલુ આદુ
- 2 ચમચી – લીલા મરચા કતરેલા
- 1 ચમચી – જીરુ
- 2 ચમચી – તેલ
- પા ચમચી – મરીનો પાવડર
- સ્વાદ પ્રમાણે – મીઠુ
- સ્વાદ પ્રમાણે – હરદળ
સર્વ કરવા માટે
- 2 ચમચી – ફૂદીનો જીણો સમારેલો
- 2 ચમચી – લીલા ઘાણા જીણા સમારેલા
- 3 ચમચી – ડુંગળીનો બિરસ્તો( તેલમાં તતડાવેલા કાંદા)
સૌ પ્રથમ એક કુકરમાં ઘઉના ફાડા જરુર પ્રમાણે પાણી હરદર અને મીઠું નાખઈને એકદમ બફાઈ જાય ત્યા સુઘી સીટિ મારીને બાફઈલો
હવે ફાડા બફાઈ ગયા બાદ તેમાં 2 ગ્લાસ જેટલું પાણી નાખીદો અને બ્લેન્ડર વડે બરાબર મિક્સ કરીદો
હવે એક તપેલી લો તેમાં તેલ અને જીરુ લાલ કરો
ત્યાર બાદ તેમાં આદુ, લસણ અને લીલા મરચા નાખઈને બરાબર સાતંળો
ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હરદળ તથા મરીનો પાડવજ એડ કરીદો
હવે જે ઘઉના ફાડાને બ્લેન્ડર કર્યા છે તેને એક ચારણીમાં ગાળીલો અને તેનો કૂચો કાઢી જે પાણી બચ્યુ તેને વઘાર વાળઈ કઢાઈમાં એડ કરીદો
હવે આ સપુને 10 મિનિટ સુઘી ઘીરા તાપે ઉકાળી લો
હવે આ સુપને સર્વ કરવા માટે એક બાુલમાં કાઢો તેમાં ફૂદીનો ઘાણા એડ કરીને બિરિસ્તો એડ કરીદો અને લીબું નીચવીને મિક્સલકરી તેને પીવો આ સુપથી શરદી મટે છએ અને તદ્દન હેલ્ઘી સુપ છે.