
કિચન ટિપ્સઃ- શિયાળામાં બનાવો કાચા કેળાના આ ગરમાં ગરમ ટેસ્ટી વડા
સાહિન મુલતાનીઃ-
- કેળા – 6 નંગ (બાફીને ક્રશ કરેલા)
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 3 ચમચી – તીખા લીલા મચરાની પેસ્ટ
- 2 ચમચી -તલ
- 200 ગ્રામ – મોરા શીંગદાણાનો ભૂકો
- 1 ચમચી – લીબુંનો રસ
- જરુર પ્રમાણે – લીલા ઘણા
- બેસન – ખીરુ બનાવવા માટે
- તળવા માટે તેલ
બટાકા વડા બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટા વાસણમાં ક્રશ કરેલા કેળા લઈલો ત્યાર બાદ નાના વઘારીયામાં તેલ ગરમ કરીને તેમાં લીલા મરચાની પેસ્ટ સાંતળીલો.
હવે એક બાઉલમાં ક્રશ કરેલા કેળા લો,હવે ક્રશકરેલા કેળામાં માવામાં જરુર પ્રમાણે હરદળ, મીઠું, તલ,લીબુંનો રસ, અને લીલા ઘણા એડ કરીને હાથ વડે બરાબર મિક્સ કરીલો,ત્યાર બાદ કેળાને ગોળ વાળઈ શકાય તે રીતે શિંગદાણાને પીસીને તેનો ભૂખો એડ કરીલો. મિક્સ કરીને આ મિશ્રણમાંથી એક સરખા નાના નાના કેળાવડા તૈયાર કરીલો.
હવે એક તપેલીમાં બેસન લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને જરુર પ્રમાણે પાણી નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરવું,હવે એક ચમચી ગરમપાણીમાં 2 ચપટી સાડોખાર લઈ ઓગાળીને તે બેસનના ખીરામાં એડ કરીલો હવે ખીરુ બરાબર મિક્સ કરીલો
વે એક કઢાઈમાં તેલ લઈને ગેસ પર ગરમ કરવા રાખી દો,હવે આ તૈયાર કરેલા વડાને આ બેસનના ખીરામાં બોળીને તેલમાં બ્રાઉન થાય ત્યા સુધી તળી લો. તૈયાર છે તમારા કેળા વડા