
કિચન ટિપ્સઃ- ગરમીની સિઝનમાં તમારા નાસ્તામાં બનાવો ઠંડા-ઠંડા દહીંવડા, ખૂબ જ ઈઝી અને સ્વાદિષ્ટ
- અળદની દાળ અને દંહી જેવી સામગ્રીમાંથી બનશે વડા
- ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી તો ખરાજ
હાલ ગરમી ખૂબ પડી રહી છે, સાંજના નાસ્તામાં છંડુ પીવાનું મન થાય સાથે છંડુ ખાવાનું પણ મન થાય તો તમે વિચારતા હશો કે છંડુ તો વળશી શું ખાઈ શકાય તો,ચાલો જોઈએ ઠંડા ઠંડા દહીં વડા બનાવાની સરળ રીત
સામગ્રી
3 કપ – અળદની દાળ ( 4 કલાક પાણીમાં પલાળી રાખવી)
2 થી 4 નંગ – લીલા મરચા
તેલ – વડા તળવા માટે જરુર પ્રમાણે
500 ગ્રામ – દહીં ( દહીંને ફ્રીજમાં રાખવું)
100 ગ્રામ – ખાંડ
2 ચમચી – શેકેલા જીરાનો પાવડર
સ્વાદ પ્રમાણે – મીઠું
1 ચમચી – કાશ્મીરી લાલ મરચાનો પાવડર
સૌ પ્રથમ અળદની દાળને 4 કલાક પાણીમાં પલાળ્યા બાદ તેને કાણા વાળા વાસણમાં બરાબર નીતારીલો, હવે મિક્સરમાં 4 નંગ લીલા મરચા અને અળદની દાળને એકદમ જીણી દળીલો, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને 2 ચપટી ખાવાનો સોડા એડ કરીને બરાબર મિક્સ કરીલો.
હવે ગેસ પર કઢાઈમાં તેલ ગરમ થવા રાખીદો,તેલ ગરમ થાય એટલી વારમાં દાળના મિશ્રણને હાથ વડે બરાબર ફેરવતા રહો
હવે તેલ થાય એટલે તેમાં દાળના નાના નાના વડા નાખીને થોડી વાર થવાદો, ત્યાર બાદ ઘીમે રહીને વડાને બીજી તરફ ફેરવો, આમ કરીને બધા વડા તૈયાર કરીલો ધ્યાન રાખો વડાને ઘીમા તાપે થવા દેવાના છે જેથી કરીને અંદરથી દાળ કાચી ન રહે,
હવને એક મોટૂ વાસણલો, તેમાં પાણી લો, હવે આ પાણીમાં બધાજ વડા નાખીદો, અને તેના પર વજન રાખીને વડાને પાણીમાં ડૂબોડી દો, હવે 5 મિનિટ આમજ રહેવોદો, 5 મિનિટ બાદ વડા પાણીમાં બરાબર બોળાઈ ગયા હશે એટલે તેને બે હાથની હથેળી વડે પાણી નીતારી કોરા કરીલો, તૈયાર છે એકમદ સોફ્ટ દાળ વડા.
હવે દહીં વડા તૈયાર કરવા માટે એક તપેલીમાં દહી અને ખાંડ નાખીને બ્લેન્ડર વડે બરાબર મિક્સ કરીલો ધ્યાન રાખવું દહીં ઘટ્ટ રહેવું જોઈએ.
હવે એક પ્લેટ લો તેમાં વડા ગોઠવો, તેના ઉપર ખાંડ વનાળું દહી બરાબર વડા ડૂબે તે રીતે નાખો, ત્યાર બાદ ઉપરથી મીઠું, લાલ મરચાનો પાવડર અને જીરાનો પાવડર ભભરાવો, જો તમે ઈચ્છો તો ગોળ આમલીની ચટણી પર એ઼ડ કરી શકો, તૈયાર છે તમારા ઠંડા ઠંડા સ્વાદિષ્ટ દહીં વડા