 
                                    કિચન ટિપ્સઃ- શિયાળાની સાંજે ઠંડીમાં નાસ્તામાં બનાવો ગરમા ગરમ ચીઝ પકોડા
સાહિન મુલતાની-
શિયાળામાં આપણા સૌ કોઈને ગરમ ખોરાક ખાવાનું ખૂબ પસંદ હોય છે, ખાસ કરીને ગરમ ભફજીયા પકોડા સૌ કોઈના ફેવરિટ હોય છે તો આજે આપણે વાત કરીશું ચિઝના સ્પાઈસી પકોડા બનાવાની.
સામગ્રી
- 12 નંગ – ચિઝની ક્યૂબ ( એકમાંથી બે કરી લેવી એટલે 24 થશે)
- 1 ચમચી – લાલ મરચું
- સ્વાદ પ્રમાણે – મીઠું
- પા ચમચી – આમચૂર પાડવક
ચિઝના ટૂકડાને એક બાઉલમાં લઈને તેના પર મીઠું લાલ મરચું અને આમચૂર પાવડર નાખીને બરાબર મિક્સ કરીલો
ખીરું બનાવાની રીત
- 2 કપ – બેસન
- 2 ચમચી – લીલા મરચા-લસણની પેસ્ટ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- પા ચમચી -ભજીયા ખારો
- પા ચમચી – અજમો
- તળવા માટે – તેલ
એક બાઉલમાં બેસન લો તેમાં મીઠું, લસણ મરચાની પેસ્ટ ,ભજીયા ખારો અને અજમો તથા જરુર પ્રમાણે પાણી નાખીને એક ઘટ્ટ ખીરું તૈયાર કરીલો.
હવે એક સાઈડ કઢાઈમાં તેલ ગરમ કરવા રાખીદો
હવે ચીઝની ક્યૂબને આ બેસનના ખીરામાં કોટિન કરીને ભર તેલમાં તળીલો, ગેસની ફઅલેમ ઘીરી રાખવી જેથી કરીને ચીઝ અંદર મેલ્ટ થઈ જાય
ધ્યાન રાખો કે બેસનનું ખીરું એકદમ ઘટ્ટ હોવું જોઈએ જેથી કરીને ચીઝ તળતા વખતે બહાર ન આવે
તૈયાર છે તમારા ચીઝ પકોડા જેને તમે સોસ કે ચટણી સાથે ખાઈ શકો છો.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

