
કિચન ટિપ્સઃ- રોઝા ખોલવામાં ખૂબ જ ઓછા સમયમાં બનાવો આ બદામ-પિસ્તા ડ્રિન્ક
- બદામ પિસ્તાની સીરપથી બને છે આ ડ્રિંકટ
- તમારા રોઝા દરમિયાન ગરમીમાં આપશે ઠંડક
આજથી મુસ્લીમ ઘર્મનો પવિત્ર તહેવારનો માસ રમઝાનનો આરંભ થઈ ચૂક્યો છે, રોઝામાં અનેક ઘરોમાં સાંજે ઈફતારીના સમયે ઘણી બધી વાનગીઓ બને છે,જો કે જે વર્કિંગ વૂમેન છે તેમના માટે બધુ ઘરે બનાવવું હાર્ડ પડે છે. ત્યારે આ રેસિપી તમારા માટે ખૂબ કામની સાબિત થાય છે.
ખાસકરીને રોઝામાં અને એ પણ આટલી ભારે ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખવા અનેક દૂઘના પીણા પીવા જોઈએ,આજે વાત કરીશું ઈન્સ્ટન્ટ બદામ પીસ્તા ડ્રિંકની.
- સામગ્રી
- 500 ગ્રામ – દૂધ
- 4 ચમચી – ખાંડ
- બદામ-પીસ્તાનું સીરપ
- 4 ચમચી – મલાઈ
- જીણા સમારેલા બદામ પિસ્તા
સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ લઈલો, હવે તામા ખાંડ અને 2 ચમચી બદા-પિસ્તા સિરપ એડ કરીને બ્લેન્ડર વડે બરાબર મિક્સ કરીલો
હવે 4 ગ્લાસ લો, તેમાં 2 2 આઈસ ક્યૂબ એડ કરો અને ઉપરથી આ શરબરત રેડો એટલે શરબત છંડુ પમ થઈ જશે, ત્યાર બાદ મલાઈને ચમચી વડે ગ્લાસમાં એડ કરીલો, તૈયાર છે તમારું બદામ પિસ્તાનું ઈન્સ્ટન્ટ શરબત,
હવે આ ગ્લાસમાં તમે સમારેલા પિસ્તા અને બદામ એજ કરીને તેને પી શકો છો.
( બદામ પિસ્તા સિરપ ગ્રીન કરરનું હોય છે જે શરબતની શોપ પર સરળતાથી મળી રહે છે,)