
કિચન ટિપ્સઃ- ઉપવાસમાં બનાવો સાબૂદાણા-બટાકા અને શીંગદાળાના આ વડા , બનાવામાં ઈઝી અને ખાવામાં ટેસ્ટી તો ખરા જ
સાહિન મુલતાનીઃ-
હાલ શ્રાવણમાસ ચાલી રહ્યો છે મોટા ભાગના લોકો ઉપવાસ કરતા હોય છે,ઉપવાસમાં તમે સાબુદાણા અને બટાકા તો ખાઈ જ શકો છો ,જો તમારે ઉપવાસમાં પણ ટેસ્ટી તીખુ ખાવું હોય તો તમે સાબુદાણા બટાકાના વડા ખાઈ શકો છો,જેને બનાવાની રીત ખૂબ જ સહેલી છે અને તેનો સ્વાદ સામાન્ય વડા જેવો જ છે જેથી તેનાથી પેટ પણ ભરાય જાય છે. તો ચાલો જાણીએ કઈ રીતે બનાવાય છે આ વડા
સામગ્રી
- 200 ગ્રામ – સાબુદાણા
- 250 ગ્રામ – બટાકા
- 6 થી 7 નંગ – લીલા મરચા જીણા કતરેલા
- સ્વાદ પ્રમાણે – સિંઘવ મીઠું (સાદુ મીઠું ફાસ્ટમાં ખાતા હોય તો એ નાખો)
- 150 ગ્રામ – શિંગદાણા (મિક્સમાં જીણા વાટીલો)
સૌ પ્રથમ સાબુદાણાને ઓછામાં ઓછા 4 કલાક પાણીમાં પલાળી રાખો.
સાબૂદાણાને પલાળ્યા બાદ તેને કાણા વાળા વાસણમાં નિતારવા રાખીદો, બરાબર પાણી નિતરી જાય ત્યા સુધી નિતારી લો
હવે બટાકાને બાફઈને છોલી લો તેને પણ 5 થી 10 મિનિટ કાળા વાળા વાસણમાં કોરો થવા દો
હવે એક મોટૂ બાઉલલો. તેમાં બટાકાને છીણી લો, હવે તેમાં સાબૂદાણાસ મીઠું, લીલા મરચા અને શીંગદાણાનો ભૂખો એડ કરીને બરાબર મિક્સ કરીદો,
હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ થવા રાખીદો, તેલ બરાબર ગરમ થાય એટલે બટાકા વાળા મિશ્રણમાંથી ચપટા અને નાની નાની સાઈઝના વડા તેલમાં તળો, બન્ને બાજૂ વડા બ્રાઉન થાય ત્યા સુધી તળીલો
હવે આ વડાને દહીની ચટણી સાથે સર્વ કરી શકો છો,જો તમારે વધુ તીખું ખાવું હોય તો લીલા મરચાનું પ્રમાણ વધારી શકો છો.