
સાહિન મુલતાનીઃ-
સમોસા આપણા સૌ કોઈના ફેવરેટ હોય છે જો કે આજકાલ માર્કેટમાં ખાણીપીણીએ રંગ રુપ બદલ્યું છે દરેક વસ્તુઓમાં હવે અનેક ફ્લેવર અને ટેસ્ટ ઉમેરી દીધઓ છે જેમ કે પહેલા સમાસા માત્ર બટાકાના જ બનતા હતા ત્યારે હવે પનીર, ચિધ ,નુડલ્સના પણ સમોચા બની રહ્યા છે આ સાથે જ નુડલ્સમાંથી બનતા ચાઈનિઝ પોકેટ સમોસા લોકોની પસંદ બન્યા છે,જો કે આ સમોસા ઘરે બનાવવા સૌથી ઈઝી હોય છે અને ખૂબ જ ઓછા ખર્ચ બની જાય છે તો ચાલો જોઈએ આ સમોસા બનાવવાની રીત.
સામગ્રી
- 1 કપ – બાફેલા નુડલ્સ ( પાણી બરાબર નિતારી લેવું)
- 1 કપ – જીણુ સમારેલું કોબિઝ
- 1 કપ – જીણા સમારેલા કેપ્સિકમ મરચા
- 1 ડુંગળી – જીણી સમારેલી
- 1 નંગ – ઓરેન્જ ગાજર જીણું સમારેલું
- સ્વાદ પ્રમાણે – મીઠું
- અડધી ચમચી – મરીનો પાવડર
- અડધી ચમચી – આજીનો મોટો( ઓપ્શનલ)
- 1 ચમચી – જીરું
- 2 ચમચી – તેલ
- થોડા લીલા ઘાણા જીણા સમારેલા
- 3 ચમચી – લીલા મરચા કતરેલા
- 2 ચમચી – લસણ કતરેલું 1 આદુનો ટૂકડો જીણો કતરેલો
પડ બનાવવા માટે
- 3 કપ મેંદામાં મીઠું અને પાણી નાખીને એક રોટલીના લોટ જેવી કણક તૈયાર કરીલો
- હવે તેમાંથી પાતળી પાતળી સમોસાના પડ જેટલી પાતળી રોટલી વણીને ગેસ પર અધકચરી શેકીલો
- ત્યાર બાદ આ રીતે બધી રોટચલી વણીલો
- હવે આ રોટલીમાંથી પોકેટ સમોસા બનાવા માટે લાંબી પટ્ટી કટ કરીલો, એક સમોસામાં 2 પટ્ટીની જરુર પડશે.
સમોસા બનાવાની રીત
- સૌ પ્રથમ એક કઢાઈમાં 2 ચમચીતેલ લઈને તેમાં જીરું લાલ કરો
- જીરુ નાખીને તરત જ તેમાં મરચા ,આદુ અને લસણ એડ કરીને બ્રાઉન થઆય ત્યા સુધી સાતંળીલો
- હવે તેમાં ડુંગળી, ગાજર, કેપ્સિકમ મરચા અને કોબિઝ એડ કરીને 1 મિનિટ પાણી બળે ત્યા સુધી સાતંળીને ગેસને બંધ કરીદો
- ત્યાર બાદ આ કઢાઈમાં નૂડલ્સ એડ કરીદો
- હવે તેમાં મરીનો પાવડર, મીઠું અને લીલા ઘાણા એડ કરીને બરાબર મિક્સ કરીલો તૈયાર છે ચાઈનિઝ સમોસાનું સ્ટફિંગ
- હવે જે પટ્ટીઓ કાપી છે તેમાંથી બે પટ્ટી લો
- ત્પયાર બાદ બે ટ્ટીને પાટલી પર ચેક્સની જેમ રાખો
- હવે આ ચેક્સની વચો વચ સ્ટોફિંગ મૂકો અને બન્ને બાજુથી સમોસાની પટ્ટીને વાળીલો એચલે એક ચોરસ પેકેટ તૈયાર થશે
- હવે આ સમોસાને તેલમાં બ્રાઉન થાય ત્યા સુધી તળીલો
tags:
kithen tips