
કિચન ટિપ્સઃ હવે તમારા બાળકો માટે ઝટપટ બનાવો અળદના પાપડના આ દેશી પોટેટો ટાકોસ,
સાહિન મુલતાની-
ટાકોસ આજકાલ ઘણા લોકો ખાતા હોય છે જો કે આ ઈટાલિયન વાનગી છે પણ જો તમે તમારા બાળકો માટે દેશી સ્ટાઈલમાં ટાકોસ બનાવા માંગો છો તો તમે અડદના પાપડમાં થી ટાકોસ જેવી વાનગી બનાવી શકો છો.
સામગ્રી
- 2 નંગ – અડદના પાપડ
- 2 નંગ બાફેલા બટાકા
- 1 નંગ જીણી સમારેલી ડુંગળી
- 1 નંગ જીણું સમારેલું ટામેટું
- 2 નંગ સમારેલા લીલા મરચા
- સ્વાદ પ્રમાણે મીઠું
- 4 ચમચી ટામેટા કેચઅપ
- 1 વાટકી જીણી બેસનની સેવ
- થોડા જીણા સમારેલા લીલા ઘાણા
સૌ પ્રથમ બાફેલા બટાકાની છાલ કાઢીને બટાકેને બરાબર મેષ કરીલો
હવે આ બટાકાના મિશ્રણમાં ડુંગળી અને ટામેટા એડ કરીને મીઠું એડ કરી બરાબર મિક્સ કરીલો તેમાં લીલા મરચા અને લીલા ધાણા પણ એજ કરીલો
હવે બન્ને પાપડને વચ્ચમાંથી બે ભાગ કરી દો આમ 2 પાપડમાંથી 4 ટાકોસ બને છે
એક અર્ઘ ચંદ્રકાર પાપડને પાણીમાં થોડો ભીનો કરી તેમાં બટાકાનો મસાલો ભરીને વાળી દો,
હવે આ મસાલો ભરેલા પાપડને તવીમામં બન્ને બાજુ તેલ લગાવી ક્રિસ્પી થાય તે રીતે તળીલો
હવે તેની કિમાની ને ટામેટા કેચઅપ વડે ઢાકીદો ત્યાર બાદ તે ભારને બેસનની સેવ વડે કોટ કરીલો
તાયાર છે પાપડ ટાકોસ ખાવામાં ટેસ્ટી અને બનાવામાં ઈઝી