1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં વ્હાઈટ સોસ પાસ્તા બનાવા હોય તો જોઈલો આ પરફેક્ટ રીત
કિચન ટિપ્સઃ- રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં વ્હાઈટ સોસ પાસ્તા બનાવા હોય તો જોઈલો આ પરફેક્ટ રીત

કિચન ટિપ્સઃ- રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં વ્હાઈટ સોસ પાસ્તા બનાવા હોય તો જોઈલો આ પરફેક્ટ રીત

0
Social Share

સાહિન મુલતાનીઃ-

આજકાલ અનલિમીટેડ ફૂડનો ક્રેઝ વધ્યો છે ખાસ કરીને જ્યારે તમે આ પ્રકારની રેસ્ટોરન્ટમાં જતા હોવ ત્યા તમને અનેક જાતના પાસ્તા ખાવા મળે છે જેમાં એક હોય છે વ્હાઈટ સોસ પાસ્ચા જે ક્રિમી અને ચિઝી હોય છે જો તમે ઈચ્છો તો આ જ પાસ્તા સેમ ટૂ સેમ સ્વાદ વાળઆ ઘરે જ બનાવી શકો છો. તો ચાલો જોઈએ આ પાસ્તા બનાવાની રીત

સામગ્રી

  • 3 ચમચી – બટર
  • 1 કપ- બાફેલા પાસ્તા (કોઈ પણ શેપના)
  • 1 ચમચી – મેંદો
  • 3 કપ – દૂધ
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • અડધી ચમચી મરીનો પાવડર
  • 1 ચીઝની ક્યૂબ
  • 1 ચમચી – ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી – ઓરેગાનો
  • અડઘો કપ- કેપ્સિકમ મરચા સમારેલા
  • અડધો કપ – ગાજર સમારેલું
  • અડધો કપ – મકાઈના બાફેલા દાણા

વ્હાઈટ સોસ પાસ્તા બનાવાની રીત

– સૌ પ્રથમ એક કઢાઈમાં બટર ગરમ કરો હવે, તેમાં મેંદો એડ કરીને બરાબર શેકાવાદો, ત્યાર બાદ તેમાં ઘીમે ઘીમે દૂધ એડ કરતા જાઓ  અને એવી રીતે મિક્સ કરતા જાઓ કે ગઠ્ઠા ન પડે,

– હવે આ સોસ બરાબર ઘટ્ટ થાય ત્યા સુધી તેને ઉકાળો ત્યાર બાદ તેમાં મરીનો પાવડર અને મીઠું એડ કરીને ગેસ બંધ કરી દેવો

– હવે બીજી  એક કઢાઈમાં એક ચમચી બટર લો. તેમાં કેપ્સિકમ મરચા, ગાજર અને મકરાઈના દાણા સાંતળી દો, હવે તેમાં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીદો ત્યાર બાદ બરાબર મિક્સ કરીલો, હવે તેમાં બાફેલા પાસ્તા એડ કરીલો, હવે ફરીથી આ બઘુ બરાબર મિક્સ કરો,

– હવે ગેસની ફ્લેમ ઘીમી કરીદો,અને પાસ્તા વાળી કઢાઈમાં પહેલા બનાવેલો વ્હાઈટ સોસ એડ કરતા જાઓ અને પછીતરત જ તેમાં હચીઝની ક્યૂબ છીણી લો, હવે આ કઢાઈને 5 મિનિટ સુધી ગેસની ધીમી ફ્લેમ પર જ રહેવાદો  ત્યાર બાદ હગેસ બંધ કરીદો

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code