
- લેમનગ્રાસ ટી પીવી આરોગ્ય માટે ગુણકારી
- શરદી ખાસીમાં આ ગ્રાસ ખૂબ કામનું
- અનેક પ્રકારના ઉકાળામાં આ ગ્રાસનો ઉપયોગ કરી શકાય છે
લેમન ગ્રાસ કદાચ ઘણા લોકોને નહી ખબર હોય કે આ એક પ્રકારની લીલી ચા છે, સામાન્ય રીતે લેમનનું નામ પડે તો આપણે લીબું એમ સમજતા હોઈએ છીએ જો કે લેમગ્રાસ એક પ્રકારનું ગ્રાસ છે લેમન ગ્રાસની આ ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જડીબુટ્ટીઓ અને હર્બલ ચાનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. લેમનગ્રાસ ચા પાચન, તણાવ, ચિંતા, ચેપ, પીડા, હૃદય રોગ અને અન્ય ઘણી બિમારીઓમાં મદદ કરી શકે છે.
વેઈટ લોસમાં ફાયદાકારક
લેમનગ્રાસ ટીનો ઉપયોગ મેટાબોલિઝમ વધારવા માટે ડિટોક્સ ટી તરીકે કરવામાં આવે છે, તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો સવારે ચાના બદલે લેમનગ્રાસ ટી પી શકો છો.
દાંતના સડાને અટકાવે છે
લેમનગ્રાસ પર થયેલા અભ્યાસો અનુસાર, લેમનગ્રાસમાં રહેલા એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો સ્ટ્રેપ્ટોકોકસ સેંગ્યુનિસ બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે, જે દાંતના સડો માટે જવાબદાર બેક્ટેરિયા છે.
વાળનો ગ્રોથ વધારે છે
વાલેમનગ્રાસ વાળના વિકાસ માટે એક અસરકારક પદ્ધતિ છે, જે વાળના છિદ્રોને ખોલવામાં અને વાળના વિકાસને પ્રોત્સાહન આપવા માટે મદદ કરી શકે છે. તે વિટામિન A અને C થી ભરપૂર છે, જે ત્વચા અને વાળ બંને માટે જરૂરી પોષક તત્વો તરીકે કામ કરે છે.
એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ
લેમનગ્રાસ ચા એક પ્રકારની ડિટોક્સ ચા છે. તેમાં ઘણા એન્ટીઑકિસડન્ટો હોય છે, જે શરીરને અંદરથી ડિટોક્સિફાય કરવામાં અને સાફ કરવામાં મદદ કરે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે.
પાચન ક્રિયા સુધારે છે
લેમનગ્રાસ પાચન માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે, જે તમારા પેટને સારુ કરવામાં મદદ કરે છે અને તમારા પાચનને નિયંત્રિત રાખે છે. તેમાં સિટ્રાલ નામનું તત્વ હોય છે જે ખોરાકના પાચનમાં મદદ કરે છે.