1. Home
  2. ગુજરાતી
  3. જાણો બકરી ઈદ અને રમજાન ઈદના તફાવત વિશે, શા માટે એક ઈદ તીખી તો એક ઈદને મીઠી ઈદ કહેવામાં આવે છે
જાણો બકરી ઈદ અને રમજાન ઈદના તફાવત વિશે, શા માટે એક ઈદ તીખી તો એક ઈદને મીઠી ઈદ કહેવામાં આવે છે

જાણો બકરી ઈદ અને રમજાન ઈદના તફાવત વિશે, શા માટે એક ઈદ તીખી તો એક ઈદને મીઠી ઈદ કહેવામાં આવે છે

0
Social Share

 

આ વર્ષ દરમિયાન 29 જૂનને ગુરુવારના રોજ સમગ્ર દેશભરમાં બકરી ઈદનો તહેવાર મુસ્લિમ બિરાદરો દ્રારા મનાવવામાં આવશે ,આ ઈદને સામાન્ય ભાષામાં તીખી ઈદ કહે છે જ્યારે રમજાન માસ પછી મનાવાતી ઈદને મીઠી ઈદ તરીકે ઓળખાય છે તો ચાલો આજે જાણીએ આ બન્ને ઈદ વચ્ચેના તફાવત અને રીત રિવાજ વિશેની કેટલીક મહત્વની વાતો.

બકરી ઈદને ઈસ્લામિક ભાષામાં ઈદ અલ-અધા કે પછી ઈદ ઉલ-અઝહા તરીકે ઓળખાય છે. આ તહેવારને બલિદાનનો તહેવાર માનવામાં આવે છે, વર્ષમાં બે ઈદ આવતી હોય છે જેમાં એક ઈદ-ઉલ-ફિત્ર એટલે કે મીઠી ઈદ અને ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરીદ છે.

આ બન્ને ઈજ ઇસ્લામના અનુયાયીઓ માટે ઘણું મહત્વ ધરાવે છે. આ બંને તહેવારો સાથે વિવિધ માન્યતાઓ અને ઉજવણી કરવાની રીતો પણ સંકળાયેલી છે.

બકરી ઈદ ઈસ્લામના જીલહજ મહિનામાં મનાવાઈ છે

ઇસ્લામિક કેલેન્ડર મુજબ, બકરીદનો તહેવાર દર વર્ષે રમઝાનના અંતના લગભગ 70 દિવસ બાદ અને ઇસ્લામિક કેલેન્ડર પ્રમાણે ઝિલહજ્જના 10મા દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર પર બકરાની બલિ ચઢાવવાની પરંપરા હોવાથી તેને બકરીદ તરીકે ઓળખવામાં આવે છે.

આ દિવસે ઇસ્લામમાં માનનારા લોકો બલિદાનની વિધિ પૂર્ણ કરે છે જાનવરની બલિ ચઢાવે છે. આ દરમિયાન પવિત્ર હજ યાત્રા પણ થાય છે. ઈદ અને બકરીદ બંનેની તારીખો ચાંદ નીકળવા પર નિર્ભર હોય છે જેમાં એક કે બે દિવ,સનો ફર્ક પણ પડી શકે છે.

બકરી ઈદ સાથે જોડાયેલી કથા શું છે અને શા માટે કુર્બાની કરવામાં આવે છે?

બકરી ઈદ કુરબાનીનો સંદેશ આપે છે. બકરી ઈદથી જોડાયેલી એક કથા પણ પ્રચલિત છે, એવું માનવામાં આવે છે, કે પયગંબર હજરતને અલ્લાહે હુકમ કર્યો કે આપની સૌથી પ્યારી ચીજ કે વસ્તુને તમે મારા માટે કુરબાન કરી દો. પયગંબર સાહેબને પોતાનો એકનો એક દિકરો ઈસ્માઈલ, સૌથી લાડલો હતો . ખુદાના હુકમ પર તેમણે પોતાના પ્રિય ઈસ્માઈલને કુરબાન કરવા મનાવી લીધો. આ વાતથી ઈસ્માઈલ પણ ખુશ હતો કે તે અલ્લાહની રાહ પર કુર્બાન થશે.

ત્યાર બાદ જીલહઝના મહિનાના 10માં દિવસે એટલે કે બકરીઈદના દિવસે  જ્યારે કુર્બાનીનો સમય આવ્યો ત્યારે ઈસ્માઈલની કપર્બાની કરવાની હતી જ્યાં તેનું માથું રાખવામાં આવ્યું ત્યા એકાએક અચાનક જ ઈસ્માઈલની જગ્યાએ એક દુમ્બા આવી ગયો અને તે કુરબાન થઈ ગયો. અલ્લાહે ઈસ્માઈલને બચાવી લીધો અને પયગંબર સાહેબની કુર્બાની કબુલ કરી લીધી. ત્યારથી દરેક વર્ષે પયગંબર સાહેબ દ્વારા આપવામાં આવેલી કુર્બાનીની યાદમાં બકરી ઈદ મનવવામાં આવે છે. દમ્બા એક પ્રકારનું ઘેટા જેવું પ્રાણી હોય છે અને એટલા માટે જ સાઉદીમાં ઊંટ કે ઘેટાની કુર્બાની કરાય છે જ્યારે અન્ય દેશોમાં બકરાની કુર્બાની કરવામાં આવે છે.

કુર્બાની કોના પર ફરજ બને છે જાણો?

આ તહેવાર ત્રણ દિવસ સુધી મનાવવામાં આવે છે જેમાં 1 લો દિવસ ઈદ બીજો દિવસ વાસી ઈજ અને ત્રીજો દિવસ તરવાસી ઈદ તરીકે જાણીતો છે.કુર્બાની એ લોકો પર ફરજ છે કે જેઓ મુસલમાન છે અને જેની પાસે ૪૦૦ ગ્રામ કે તેનાથી વધુ સોનુ છે.

બકરી ઈદમાં આટલું સોનું કે એટલા રુપિયાની મિલકત ઘરાવનારા લોકો બકરો, ઘેંટુ અથવા કોઈપણ ચારપગવાળા પશુની કુર્બાની કરે છે. આ દિવસે સવારમાં ખૂદબો (ઈદની નમાઝ) પઢવામાં આવે છે ત્યાર બાદ પોતપોતાના ત્યા કુર્બાની કરાય છે અને તેનું માસ પોતાના પાસે ન રાખતા જરુરીયાત મંદોને વહેચી દેવામાં આવે છે.કહેવાય છે કે કુર્બાનીનું માસનો સંગ્રેહ કરવો ઈસ્લામ ઘર્મમાં ગુનો છે જેથી પરિવારને જરુરી એટલું જ માસ પોતે પરાખીને બીજો ભાગ ગરિબ લોકોને વેંહચી દેવાય છે.

જે લોકો કુર્બાની નથી કરતા તેમણે શું કરવાનું હોય છે?

સામાન્ય રીતે ઘણા મુસલ્માન લોકો કુર્બાની કરતા નથી જો કે તેઓ પૈસાદાર છે અને તેમના પર કુર્બાની ફરજ છે તો તેઓ ભાગ આપે છે.ભાગ એટલે કે ઈસ્લામ પ્રમાણે જે લોકો પશુને ઘરે લાવીને કાપવા કે કુર્બાન કરવા નથી માંગતા તેણે પોતાના પરિવારના વ્યક્તિ દિઠ અંદાજે 1700 રુપિયા મસ્જિદમાં કે કોઈ અનાથાલયમાં આપી દેવાના હોય છે.આ પૈસાથી સામે વાળઆ લોકો કુર્બાની કરે છે અથવા વેચાતું ગોસ્ત પણ લાવી શકે છે અથવા બીજા કામમાં પણ આ પૈસાનો ઉપયોગ કરી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code