1. Home
  2. ગુજરાતી
  3. જાણો દુનિયામાં મળતા સૌથી મોંધા પનીર વિશે,શા માટે હોય છે આટલું મોંધુ તેનું કારણ છે ખાસ
જાણો દુનિયામાં મળતા સૌથી મોંધા પનીર વિશે,શા માટે હોય છે આટલું મોંધુ તેનું કારણ છે ખાસ

જાણો દુનિયામાં મળતા સૌથી મોંધા પનીર વિશે,શા માટે હોય છે આટલું મોંધુ તેનું કારણ છે ખાસ

0
Social Share
માત્ર 1 કિલો પનીર માટે 70,000 રૂપિયા ચૂકવવાની કલ્પના કરી શકો છો? જો નહીં, તો વાંચો કારણ કે અમે તમારા માટે લાવ્યા છીએ વિશ્વનું સૌથી મોંઘું પનીર, તેઆ મોંઘા ચીઝના સ્વાદ અને ટેક્સચરની શપથ લે છે, પરંતુ ગધેડીના દૂધનો ઉપયોગ તેને આટલો મોંઘો બનાવે છે.
હા, તમે સાચું જ વાંચ્યું છે, આ ચીઝના ઉત્પાદનમાં ગધેડીના દૂધનો ઉપયોગ થાય છે, જેને વિશ્વનું સૌથી સ્વાદિષ્ટ અને મોંઘું પનીર માનવામાં આવે છે .સામાન્ય રીતે માર્કેટમાં પનીર 300 થી 350 રુપિયે કિલો મળતું હોય છે, આજે વાત કરીશું હજારો રુપિયે મળતા પનીરની,શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક કિલો પનીરની કિંમત હજારોમાં હોઈ શકે છે, તે પણ ગાયના દૂધનું નહીં પણ ગધેડાના દૂધનુંપનીર .

કારણ કે પનીર ઉત્પાદનમાં સર્બિયા સૌથી આગળ છે. આ પનીરએટલી મોંઘી છે કારણ કે તે ગાયના દૂધમાંથી નહીં પરંતુ ગધેડીના દૂધમાંથી બનાવવામાં આવે છે. તે ખાવામાં પણ એટલું જ સ્વાદિષ્ટ હોય છે.

ગધેડીનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે શરીર માટે જરૂરી છે. પ્રોટીન શરીરને કોઈપણ રોગ સામે લડવાની શક્તિ પણ આપે છે અને હાડકા પણ મજબૂત બને છે.આ સાથે જ આ ગઘેડીનુિં દૂધ હજારો રુપિયે લીટર હોય છે જેથી તેના પનીરનો ભાવ 70 થી 80 હજાર રુપિયે કિલો હોય છે.

ભારતના લોકો આ પનીરને પસંદ કરે છે અને ખાસ કરીને જેઓ શાકાહારી છે, તેઓને પનીર વધુ ગમે છે. કોઈપણ તહેવાર પનીર વગર અધૂરો છે. આવી સ્થિતિમાં આ પનીર વિશે સાંભળીને તમારા મનમાં આ સવાલ ઉઠતો જ હશે કે તેમાં શું ખાસ છે. એક રિપોર્ટ અનુસાર, 25 લિટર દૂધમાંથી એક કિલો પનીર બનાવવામાં આવે છે. તેથી જ તે ખૂબ મોંઘું અને અલગ છે, તે જોવામાં ખૂબ જ ક્રીમી અને સ્વાદિષ્ટ પણ છે.

 

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code