
ઓટ્સમાંથી કેટલી વાનગીઓ બનાવી શકાય તેના વિશે જાણ છે? તો જાણો
લોકો પોતાના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે ઓટ્સનો ઉપયોગ ખુબ યોગ્ય રીતે કરતા હોય છે. ક્યારેક લોકો પોતાના શરીરના વજનને ઓછુ કરવા માટે પણ આનો ઉપયોગ કરતા હોય છે. આવામાં જે લોકોને ઓટ્સ વિશે કેટલીક જાણકારી નથી ખબર તો તેમણે જાણવું જોઈએ કે ઓટ્સમાંથી કેટલીક સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવી શકાય છે.
જો વાત કરવામાં આવે ઓટ્સ સ્મૂધીની તો તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેને નાસ્તા અથવા મધ્યાહનના ભોજન તરીકે પણ ખાઈ શકાય છે. આ સ્મૂધી ઓટ્સ, ચિયા સીડ્સ, બદામ અને કાજુ વગેરેનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તમે તેમાં તજ પાવડર પણ ઉમેરી શકો છો.
આ ઉપરાંત તહેવારોની સિઝનમાં તમે ઓટ્સના લાડુ પણ બનાવી શકો છો. તેમને બનાવવું ખૂબ જ સરળ છે. આ લાડુ ઓટ્સ અને નારિયેળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આમાં ઘી અને ગોળનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ લાડુ સ્વાદ અને આરોગ્યથી ભરપૂર છે. આ મીઠાઈઓ માટે પણ તંદુરસ્ત વિકલ્પ છે.
ઉલ્લેખનીય છે કે કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોય છે ઓટ્સ અને હૃદય સંબંધિત સમસ્યાઓથી બચાવે છે. ઓટ્સનું સેવન કરવાથી તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો.