
સુકાઈ ગયેલી નેલપેઈન્ટનો ફરીથી ઉપયોગ કરવા માંગો છો? તો આ પદ્ધતિઓ અપનાવો
- સુકાઈ ગઈ છે નેઈલ પેઈન્ટ
- તો આ રીતે કરો તેનો ઉપયોગ
- ખુબ અસરકારક છે આ ફોર્મ્યુલા
એક પેનમાં પાણી ગરમ કરો અને તેમાં નેલપેંટની બોટલ મૂકો. તેને થોડી વાર તેમાં રહેવા દો. જો તમે તેના પછી ચેક કરશો તો તમને પહેલાની જેમ નેલ પેઈન્ટ મળી જશે. તે પછી તમે તેનો ફરીથી ઉપયોગ કરી શકો છો.
નેલ પેઈન્ટને તડકામાં રાખવાથી પણ તે બરોબર ચાલે છે. જો તમારી નેલ પોલીશ ઘાટી છે, તો આ ફોર્મ્યુલા ખૂબ અસરકારક સાબિત થશે. તમે તેને લગભગ 1 થી 2 કલાક સુધી સૂર્યપ્રકાશમાં રાખો. તેનાથી જાડી થયેલી નેલ પોલીશ ફરી ઓગળી જશે.
નેઇલ પેઇન્ટ સેટ કરવા માટે તમે થિનરનો ઉપયોગ પણ કરી શકો છો. સૂકા નેઇલ પેઇન્ટમાં બે થી ત્રણ ટીપાં થિનર ઉમેરો. તે પછી બોટલ બંધ કરો અને તેને હલાવો. આ પછી જો તમે બોટલ ખોલો છો, તો તમને પહેલાની જેમ નેલ પોલિશ દેખાશે.
તમે નેઇલ પેઇન્ટમાં નવા પારદર્શક નેઇલ પેઇન્ટને મિક્સ કરીને તેને પહેલાની જેમ જ બનાવી શકો છો અને તેનો ફરીથી ઉપયોગ કરી શકો છો. પરંતુ આ બધી પદ્ધતિઓ સિવાય તે પણ યાદ રાખવાની જરૂર છે કે તેને સુકાઈ જવાથી કેવી રીતે બચાવી શકાય. આ માટે ધ્યાન રાખો કે નેલ પેઈન્ટ ક્યારેય ફ્રીજમાં ન રાખો. તેને માત્ર ઓરડાના તાપમાને રાખો. તેને લગાવતી વખતે પંખો ન ચલાવો.