1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. RTOમાં ડ્રાઈવિંગ લાયસન્સના કાર્ડની અછત, અઢી મહિને લાયસન્સ મળતું નથી
RTOમાં ડ્રાઈવિંગ લાયસન્સના કાર્ડની અછત, અઢી મહિને લાયસન્સ મળતું નથી

RTOમાં ડ્રાઈવિંગ લાયસન્સના કાર્ડની અછત, અઢી મહિને લાયસન્સ મળતું નથી

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં ડ્રાઈવિંગ લાયસન્સના કાર્ડની સર્જાયેલી કૃત્રિમ તંગીને કારણે આરટીઓમાં હાલ નવા લાયસન્સ કે રિન્યુઅલ લાયસન્સ અઠીથી ત્રણ મહિને મળી રહ્યા છે. ડ્રાઈવિંગ લાયસન્સના કાર્ડની આ પહેલા પણ તંગી સર્જાઈ હતી.આરટીઓ અધિકારીઓ માત્ર ટાર્ગેટ પુરો કરવા રેવન્યુ આવક વધારવામાં વ્યસ્ત રહેતા હોય છે. લોકોને પડતી મુશ્કેલીની કઈંજ પડી નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યભરની આરટીઓમાં ડ્રાઈવિંગ લાઇસન્સ માટેના કાર્ડ ખલાસ થઇ જતા અરજદારોને લાઇસન્સ આપવાની કામગીરી છેલ્લા ત્રણ માસથી ઠપ થઇ ગઈ છે. અગાઉ થોડા ઘણા કાર્ડ આવ્યા હતા તે પણ ખતમ થઇ જતા હવે રાજ્યના પરિવહન વિભાગે ખાસ પરિપત્ર કરીને જણાવ્યું છે કે, સ્માર્ટકાર્ડ આવે ત્યાં સુધી અરજદારો પરિવહન વિભાગની વેબસાઈટ પરથી ડ્રાઈવિંગ લાઇસન્સ એ -4 સાઈઝમાં પ્રિન્ટ ડાઉનલોડ કરી શકશે અને તે પણ માન્ય ગણાશે.

આ ઉપરાંત એમ પરિવહન અને ડીજીલોકરમાં પણ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ ડ્રાઈવિંગ લાઇસન્સ પણ માન્ય ગણાશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યભરની આરટીઓ કચેરીમાં ડ્રાઈવિંગ લાઇસન્સ સપ્લાય કરતી એજન્સીનો કરાર પૂર્ણ થતા કાર્ડની સપ્લાય અટકી છે. અગાઉ હલકી ગુણવત્તાના ડ્રાઈવિંગ લાઇસન્સના કાર્ડ વાહનચાલકોને અપાતા રોષ ફેલાયો છે. આ ઉપરાંત કેટલાક અરજદારોને કાર્ડના અભાવે બે-બે મહિનાથી લાઇસન્સ મળ્યું નથી.

લાઇસન્સના કાર્ડના અભાવે દરરોજના 600થી વધુ અરજદારોના લાઇસન્સ ઈશ્યૂ થઇ શકતા નથી.જેથી તાજેતરમાં જ પરિવહન વિભાગે એક પરિપત્ર કર્યો હતો. જેમાં જણાવાયું છે કે mparivahan અને Digilocker ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ ડ્રાઇવિંગ લાઇસન્સ માન્ય દસ્તાવેજ ગણાશે. અરજદારની અરજી એપ્રૂવ થયેથી સ્માર્ટકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અરજદારના રજિસ્ટર્ડ એડ્રેસ પર પહોંચે તે સમયગાળામાં અરજદાર ડ્રાઇવિંગ લાઇસન્સના એ-4 સાઈઝ પ્રિન્ટ ડાઉનલોડ કરી શકે છે, જે અરજદાર અરજી એપ્રૂવ થયેથી અરજદારને મોબાઇલ નંબર પર મળેલી એસએમએસ લિંક અથવા સારથી પોર્ટલ પર પ્રિન્ટ ડ્રાઈવિંગ લાઇસન્સ વિકલ્પ પસંદ કરી ડાઉનલોડ કરી શકે છે અને ડાઉનલોડ કરેલ આ દસ્તાવેજ મોટર વ્હિકલ રુલ્સ, 1989 અંતર્ગત માન્ય છે. (file photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code