
મણિપુરમાં ભૂસ્ખલન: 15 જવાનો સહિત મૃતકોની સંખ્યા વધીને થઈ 20, હજુ પણ 44 લાપતા
ઇમ્ફાલ: મણિપુરના નોની જિલ્લામાં રેલવે બાંધકામ સ્થળ પર ભૂસ્ખલન બાદ કાટમાળમાંથી વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા બાદ આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 20 થઈ ગયો છે.અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીના જણાવ્યા મુજબ, રાહત અને બચાવ કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં પ્રાદેશિક સેનાના 13 જવાનો અને પાંચ નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 44 લોકો હજુ પણ ગુમ છે.
ટુપુલ યાર્ડ ખાતેના રેલવે કન્સ્ટ્રક્શન કેમ્પમાં બુધવાર અને ગુરુવારની વચ્ચેની રાત્રે ભૂસ્ખલન થયું હતું. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.અધિકારીઓએ જણાવ્યું કે, ભૂસ્ખલનમાં પ્રાદેશિક સેનાના ઓછામાં ઓછા 15 જવાનોએ જીવ ગુમાવ્યા છે.સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન આર્મી, આસામ રાઈફલ્સ, પ્રાદેશિક સેના, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NRDF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી એન બિરેન સિંહે દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.