
હિમાચલ પ્રદેશમાં લેન્ડ સ્લાઈડની ઘટના, વરસાદને કારણે 24 કલાકમાં 21 લોકોના મોત
શિમલાઃ- દેશભરમાં ચોમાસુ વર્તાઈ રહ્યું છે ત્યારે પહાડી રાજ્યોમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છએ ખાસ કરીને જો વાત કરીએ હિમાચલ પ્રદેશની તો અહી લેન્ડ સ્લાઈડની ઘટનાના કારણે 20થી વઘુ લોકોના મોતના એહવાલ સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હિમાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે, ભારે વરસાદને કારણે વિનાશ વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં વિવિધ સ્થળોએ વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે 20થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકોની કોઈ ભાળ મળી રહી નથી તેઓની શઓઘખોળ કરવામાં આવી રહી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, આપત્તિના કારણે રાજ્યમાં 752 માર્ગો અવરોઘિત બન્યા છે
જો શિમલાના ફાગલીની વાત કરીએ તો અહી પણ લેન્ડ સ્લાઈડની ઘટના સામે આવી છે જેમાં 4 મૃતદેહ કાઢવામાં આવ્યા, 6 ઘાયલોને આઈજીએમસી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા, હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની શંકા છે અને મૃત્યુ આંક આગળ વઘી પણ શકે છે.