1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના ન્યુ નરોડા વિસ્તારમાં કોમસોમ વેલી ગાર્ડનનું લોકાર્પણ, ગાર્ડન જોવા ટિકિટ લેવી પડશે
અમદાવાદના ન્યુ નરોડા વિસ્તારમાં કોમસોમ વેલી ગાર્ડનનું લોકાર્પણ, ગાર્ડન જોવા ટિકિટ લેવી પડશે

અમદાવાદના ન્યુ નરોડા વિસ્તારમાં કોમસોમ વેલી ગાર્ડનનું લોકાર્પણ, ગાર્ડન જોવા ટિકિટ લેવી પડશે

0
Social Share

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા શહેરના ન્યૂ નરોડા વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક સત્વ ગેલેક્સી ફ્લેટ પાસે કાશ્મીરના કોસમસ વેલી જેવો ગાર્ડન તૈયાર કર્યો છે.  મ્યુનિ. કોર્પોરેશને 21 હજાર 046 ચોરસ મીટર પ્લોટમાં ફ્લાવર વેલી ગાર્ડન બનાવ્યું છે. નાગરિકો ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ ખરીદી ફલાવર વેલીમાં સુંદર નજારો જોઈ શકશે. અમદાવાદમાં ભારતનું સૌપ્રથમવાર કોસમોસ વેલી ગાર્ડન બનાવવામાં આવ્યું છે.

અમદાવાદના ન્યુ નરોડા વિસ્તારમાં ફોર્ચુન સર્કલ નજીક નવ નિર્મિત કોસ્મોસ વેલી ગાર્ડનના ઉદઘાટન પ્રસંગમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, દંડક અરુણસિંહ રાજપૂત અને રિક્રિએશનલ કમિટીના ચેરમેન રાજેશ દવે અને AMCના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ અંગે મેયર  કિરીટ પરમારે જણાવ્યું હતું કે, કોસ્મોસ વેલી ફ્લાવર ગાર્ડન અમદાવાદનું નવું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કોસમોસ છોડ સિઝનલ ફૂલ એક જ પ્રકારના હોય છે. માત્ર કલર અલગ હોય છે. લોકો ફ્લાવર વેલીનો આનંદ મેળવી શકે તેના માટે આ સીઝનલ ફ્લાવર વેલી બનાવવામાં આવી છે. નાગરિકો માટે આજથી આ ફ્લાવર વેલી ગાર્ડન લોકો માટે ખુલ્લો મુકાયો છે. સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યાનો સમય રાખવામાં આવ્યો છે. એક જ જાતના અલગ અલગ કલરના ફૂલોના ફ્લાવર વેલી ગાર્ડનની મજા હવે અમદાવાદીઓ માણી શકશે. નિકોલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 21 હજાર 046 ચોરસ મીટર પ્લોટમાં ફ્લાવર વેલી ગાર્ડન બનાવવામાં આવ્યું છે.  ફ્લાવર વેલી ગાર્ડન જોવા માટે 12 વર્ષથી ઉપરના લોકો માટે 10 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે. ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ટિકિટ મેળવી શકાશે. ગાર્ડનના સ્થળેથી પણ લોકો 10 રૂપિયામાં ટિકિટ ખરીદી શકશે જ્યારે ઓનલાઇન ટિકિટ લેનારને બે રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આમ ઓનલાઇન જે વ્યક્તિ ટિકિટ ખરીદશે તેને 8 રૂપિયામાં ટિકિટ પડશે.

સિઝનલ ફલાવર એવા કોસમોસ નામના છોડનું ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ કરીને કાશ્મીરમાં આ વેલી ગાર્ડન જોવા મળતા હોય છે. જેમાં એક જ પ્રકારના છોડના ફૂલ હોય છે. કોસમોસ છોડના ફૂલની વિશેષતા એવી છે કે, આ એક પ્રકારનું ફ્લાવરિંગ સીઝનલ પ્લાન્ટ છે અને 50થી 60 દિવસ સુધી આ ફૂલનો ફલાવરિંગનો સમયગાળો હોય છે. ગુલાબી, આછા ગુલાબી અને સફેદ પ્રકારના ફૂલો આ ફ્લાવર વેલી ગાર્ડનમાં જોવા મળશે. એક વખત જો લોકો આ ગાર્ડનમાં જશે તો તેઓને બહાર નીકળવાનું મન નહીં થાય થાય તેટલું સુંદર બનાવવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું, આ ભારતનું સૌપ્રથમ ફ્લાવર વેલી ગાર્ડન છે. જે મ્યુનિ. વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. નાગરિકોને એક જ પ્રકારના આ ફૂલો અહીંયા જોવા મળશે. 40 દિવસ સુધી આ ફૂલ આજ પ્રકારના જોવા મળે છે. એક એક કલાકના સ્લોટમાં નાગરિકોને મુલાકાત માટે પ્રવેશ આપવામાં આવશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code