
ગુજરાત ભાજપ ચૂંટણી માટે એક્શન મોડમાં, 182નો ટાર્ગેટ પુરો કરવા વન ડે વન ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામનો પ્રારંભ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપે ચૂંટણીની પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મિશન 182ને પાર પાડવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ એક્ટિવ થઈ ગયા છે અને પાટીલ તાપીના વ્યારા પહોંચ્યા હતા. જ્યાં તેમણે વન ડે વન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામનો પ્રારંભ કરાવ્યો હતો. પાટીલ દરેક જિલ્લામાં આખો દિવસ વિતાવશે. જ્યાં તેઓ વેપારીઓ, તબીબો અને દિવ્યાંગો તથા ભાજપના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. જિલ્લાના રાજકીય અને સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરવા માટે ખુદ પ્રદેશ અધ્યક્ષ જઈ રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપનાં પ્રદેશ પ્રમુખ પાટીલનો દરેક જિલ્લામાં પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. પ્રત્યેક જિલ્લામાં વન ડે વન ડિસ્ટીક કાર્યક્રમ અંતર્ગત ભાજપનાં પ્રમુખ મુલાકાત કરી રહ્યા છે. પ્રત્યેક જિલ્લામાં પાટીલ 24 કલાકથી માંડી 36 કલાક કાર્યકરો સાથે વિતાવશે. 24 કલાક પ્રત્યેક જિલ્લામાં પ્રથમ પેજ સમિતિઓની વિગતો મેળવશે. નબળા બુથ પર એક્ટિવ કામગીરીનું કાર્યકર્તાઓને સૂચન કરશે,. જિલ્લા મુલાકાતમાં પ્રથમ સાંસદ અને સ્થાનિક ધારાસભ્ય સાથે પણ બેઠક યોજશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ મિશન 182ને પાર પાડવા માટે 2017માં ગુમાવેલી બેઠકના હારના કારણો જાણીને તે ત્રુટીઓ દૂર કરવા અંગેની કામગીરી હાથ ધરશે. પ્રત્યેક જિલ્લાના બુથ કેન્દ્રો, શક્તિકેન્દ્રો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હારેલા પ્રતિનિધિઓ, માઇન્સ બુથના મેનેજમેન્ટ અને પેજ કમિટીની રૂપરેખાનો ચિતાર મેળવશે. તમામ હોદેદારો જે પણ ચર્ચા થશે, તેની મીનિટ ટુ મિનિટની નોંધણી કરશે.
નોંધ કરેલી મિનિટ ઉપર ભાજપ મનોમંથન કરી અને વર્ષ 2022ની ચૂંટણી રણનીતિ ઘડશે. ભાજપ મનોમંથન આધારે 2022માં 182 માંથી 182 બેઠકો મેળવા માટે કેટલા બદલાવ લાવવો તે અંગે રણનીતિ ઘડશે.. રાજ્યના 33 જિલ્લામાં અને 8 મહાનગરપાલિકામા વન ડે વન ડિસ્ટ્રીકટ કાર્યક્રમ ભાજપ આપશે.