Homeગુજરાતીલ્યો હવે માર્કેટમાં આવી ગયા રંગબેરંગી સમોસા,વીડિયો જોઈ લોકોએ કહ્યું કે.....

લ્યો હવે માર્કેટમાં આવી ગયા રંગબેરંગી સમોસા,વીડિયો જોઈ લોકોએ કહ્યું કે…..

  • બજારમાં આવ્યા રંગબેરંગી સમોસા
  • વીડિયો જોયા બાદ યુઝર્સે આપી પ્રતિક્રિયા
  • આ સમોસા કાનપુરના એક સ્ટ્રીટ ફૂડ સ્ટોલના છે

શિયાળાની કડકડતી ઋતુમાં ગરમાગરમ સમોસાનો સ્વાદ મળે તો શું વાંધો છે. ખાસ કરીને જ્યારે સમોસાને મસાલેદાર ચટણી સાથે ભેળવવામાં આવે તો તેનો સ્વાદ વધી જાય છે.તમારી આસપાસ ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને સમોસા ન ગમતા હોય,પરંતુ બદલાતા સમયની સાથે આ ફેવરિટ સ્ટ્રીટ ફૂડનો સ્વાદ વધારવા માટે અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે,પરંતુ જે મજા બટેટાના સમોસામાં છે તે અન્ય કોઈ સમોસામાં ભાગ્યે જ જોવા મળે.! તાજેતરના સમયમાં પણ સમોસા સાથે કરવામાં આવેલો એક પ્રયોગ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, જેનો સ્વાદ તો ખબર નથી, પરંતુ તૈયાર થયા પછી આ સમોસા અદ્ભુત લાગે છે.

આ સમોસા કાનપુરના એક સ્ટ્રીટ ફૂડ સ્ટોલ પર વેચાઈ રહ્યા છે, જે પપ્પુ સમોસા વાલે તરીકે ઓળખાય છે. વિડિયોમાં એક મોટી ફ્રાઈંગ પેનમાં વિવિધ રંગોના સમોસાનો આખો સમૂહ બતાવવામાં આવ્યો છે. હવે તમારા મનમાં સવાલ ઉઠતો જ હશે કે,આ રીતે સમોસાને કલર કરવા પાછળનો હેતુ શું હોઈ શકે? આનો જવાબ આપતા પપ્પુજીએ આ વીડિયોમાં કહ્યું કે,સમોસાની વેરાયટીને અલગ પાડવા માટે તેમના પર ફૂડ કલર લગાવવામાં આવે છે.

https://www.instagram.com/reel/CY8I5vhly2h/?utm_source=ig_embed&ig_rid=bb299539-690a-4d61-b59e-fb0b328d8277

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા સમોસા પર કરવામાં આવેલા પ્રયોગો પર મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી.વીડિયો પર કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે, ‘સમોસા ખૂબ જ ટેસ્ટી લાગે છે પરંતુ તેનો સ્વાદ કેવો છે તે ખબર નથી.અન્ય એક યુઝરે લખ્યું, ‘આ ગુલાબી સમોસા છોકરીઓને ખૂબ જ પસંદ આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular