
લીખે જો ખત તૂજે…ના મશહૂર ગાયક મોહમ્દ રફીની પુણ્યતિથિઃ સદાબહાર ગીતોથી આજે પણ લોકોના દિલમાં હયાત છે
- આજથી 41 વર્ષ પહેલા મોહમ્મદ રફઈએ દુનિયામાંથી વિદાઈ લીધી હતી
- અનેક ગીતોથી આજે પણ લોકોના દિલમાં હયાત છે
- વર્ષો બાદ પણ તેમના સોંગ લોકોના હોઠો પર સતત ગુંજી રહ્યા છે
- એવરગ્રીન સોંગ માટે તેઓ જાણીતા બન્યા છે
મુંબઈઃ મોહમ્મદ રફી આ નામ સંગિત ક્ષેત્રમાં આજે પણ ગુંજે છે, ભલે આજે તેઓ દુનિયામાં હયાત નથી પરંતુ તેમણે ગાયેલા સદાબહાર ગીતો આજે પણ લોકોના હોઠો પર સતત ગુંજતા રહે છે, તેમા ગીતોથી તેઓ સદા માટે અમર બન્યા છે, મશહૂર સિંગર મોહમ્મદ રફી એ આજથી 41 વર્ષ પહેલાં 31 જુલાઇ 1980નાં રોજ આ ફાનિ દુનિયામાંથી દેહત્યાગ કર્યો હતો, તેમના મૃત્યુના વર્ષો બાદ પણ આજે તેમના ગીતા દ્રાવા તેઓ લોકોના દિલમાં રાજ કરે છે. જે તેમની સફળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય.
તેમના એવરગ્રીન તરીકે જાણીતા બનેલા સોંગમાં …ચૂરા લીયા હે તૂમને જો દિલ કો,,,,,,લિખે જો ખત તૂજે…..પરદા હે પરદા……..અભીના જાઓ છોડકર …યે ચાંદ સા રોશન ચહેરા,,,,,,,છૂપ ગયે સારે નઝારે……હમ ભી અગર બચ્ચે હોતે ……..આ ગીતો જે આજે પણ લોકો પસંદ કરી રહ્યા છે.
હિન્દી સિનેમામાં જ્યારે પણ પીઢ ગાયકોનો ઉલ્લેખ થાય છે, ત્યારે મોહમ્મદ રફીનું નામ અવશ્ય લેવાય છે, જેમને સપરોના બાદશાહ કહેવામાં આવે છે. મોહમ્મદ રફીના અવાજમાં જે દર્દ હતો તે સાંભળનારના હૃદયમાં ઉતરી જતો હતો. મોહમ્મદ રફીએ સંગીતની દુનિયામાં જે નામ અને આદર મેળવ્યો છે તે ખરેખર પ્રશંસનીય છે.
હિન્દી સિનેમાના પ્રારંભિક તબક્કામાં લોકોમાં માત્ર મુકેશ અને તલત મેહમુદ જ પ્રખ્યાત હતા. તે સમયે રફી સાહેબને કોઈ ઓળખતું ન હતું. જો કે, જ્યારે નૌશાદે રફી સાહબને બૈજુ બાવરા ફિલ્મ માટે તક આપી ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘આ ફિલ્મથી તમે દરેકના હોઠ પર હશો …’ તેમાં કોઈ શંકા નથી કે તેમના શબ્દો એકદમ સાચા નીકળ્યા.
મોહમ્મદ રફીએ કિશોર કુમારની ફિલ્મો માટે ‘બડે સરકાર’, ‘રાગિણી’ અને અન્ય ઘણા ગીતો પણ ગાયા હતા. તેમણે કિશોર કુમાર માટે લગભગ 11 ગીતો ગાયા હતા. રફી સાહેબ સાથે સંબંધિત એક કિસ્સો હતો જે ખૂબ પ્રખ્યાત થયો. ફિલ્મ ‘નીલ કમલ’ નું ‘બાબુલ કી દુઆ યે લેતી જા’ ગીત ગાતી વખતે રફી સાહેબની આંખમાં આંસુ આવી જતા હતા. તેનું કારણ એ હતું કે આ ગીતના એક દિવસ પહેલા જ તેમની પુત્રીની સગાઈ થઈ ગઈ હતી અને તેથી તે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતા. તેમને આ ગીત માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
મોહમ્મદ રફીને દુનિયા છોડ્યાને 4 દાયકાનો સમય વિતી ગયો છે. છતા પણ તેમના કેટલાક સોંગના લોકો આજે પણ દિવાના છે, એટલું ન નહી નવી પેઢી પણ તેમના સોંગની દિવાની બની છે, પાર્ટી હોય લગ્ન હોય કે ઉત્સવ હોય તેમના અવાજના ગીતો ગુંજતા સાંભળી શકાય છે.તેમણે માત્ર હીન્દીમાં જ નહી પરંતુ ઘણી બધી ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે. મોહમ્મદ રફીએ 7 હજારથી વધું ગીતોમાં પોતાનો શુર આપ્યો છે,જેમાં 4 હજાર 334 ગીતો તેમણે હિન્દીમાં ગાયા છે