1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તમિલનાડુમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવાયું : વધતા કોરોના કેસોને લીધે લેવાયો નિર્ણય  
તમિલનાડુમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવાયું : વધતા કોરોના કેસોને લીધે લેવાયો નિર્ણય  

તમિલનાડુમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવાયું : વધતા કોરોના કેસોને લીધે લેવાયો નિર્ણય  

0
Social Share
  • તમિલનાડુમાં લોકડાઉન વધારાયું
  • ૩૦ એપ્રિલ સુધી વધારાયું લોકડાઉન
  • કોરોના વધતા લેવાયો નિર્ણય   

મદુરાઈ : તમિલનાડુ સરકારે કોવિડ -19 ના આધારે લાદવામાં આવેલા લોકડાઉનને 30 એપ્રિલ સુધી લંબાવી દીધું છે. મુખ્ય સચિવ રાજીવ રંજન દ્વારા જારી કરાયેલા આદેશમાં આ માહિતી આપવામાં આવી છે.

આદેશ મુજબ, કોરોના સંક્રમણના ફેલાવાને નિયંત્રિત કરવા માટે, સંક્રમિતોની તપાસ કરવા અને ઈલાજ કરવાના પ્રોટોકોલનો અસરકારક અમલ કરવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આરટી-પીસીઆર માટે તમામ જિલ્લાઓની સમાન પરીક્ષણ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે. અને એવા જિલ્લાઓમાં જ્યાં સંક્રમણના કેસો વધારે છે. ત્યાં પર્યાપ્ત સ્ક્રિનિંગ થવી જોઇએ.

રંજનએ કહ્યું કે જિલ્લા વહીવટીતંત્રે કોવિડ -19 થી સંબંધિત યોગ્ય વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે તમામ જરૂરી પગલાં ભરવા જોઈએ અને તેઓએ માસ્ક,હાથની સ્વચ્છતા અને એક બીજાથી અંતર લગાવવાનાં નિયમોનું કડક પાલન કરવું જોઈએ.

તમિલનાડુમાં બુધવારે કોરોનાના 2,579 નવા કેસ નોંધાયા હતા. અને 19 લોકોનું મોત કોરોનાથી થયું હતું. આ નવા આંકડા સાથે હવે રાજ્યમાં કેસની કુલ સંખ્યા 8,86,673 થઇ ચુકી છે. તમિલનાડુમાં કોરોનાના સંક્રમણથી અત્યાર સુધીમાં કુલ 12,719 લોકોનાં મોત નિપજ્યા છે. સક્રિય કેસની વાત કરીએ તો, રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા બુધવાર સુધીમાં વધીને 15,879 થઇ ગઈ છે.

દેવાંશી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code