1. Home
  2. ગુજરાતી
  3. લોકસભા ચૂંટણીઃ ગાંધીનગર બેઠક ઉપર અમિત શાહ 19 એપ્રિલે નોંધાવશે ઉમેદવારી
લોકસભા ચૂંટણીઃ ગાંધીનગર બેઠક ઉપર અમિત શાહ 19 એપ્રિલે નોંધાવશે ઉમેદવારી

લોકસભા ચૂંટણીઃ ગાંધીનગર બેઠક ઉપર અમિત શાહ 19 એપ્રિલે નોંધાવશે ઉમેદવારી

0
Social Share

અમદાવાદઃ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે 19 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે. આ પહેલા 18 એપ્રિલે ગાંધીનગર લોકસભા સીટ હેઠળ આવતી તમામ વિધાનસભા સીટો પર ભાજપ દ્વારા રોડ-શોનું આયોજન કરવામાં આવશે. અમિત શાહ આ રોડ-શોમાંથી એકમાં ભાગ લેશે. બીજા દિવસે 19 એપ્રિલે તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ભાજપના ઉમેદવાર તરીકે નામ નોંધાવશે.

આ પહેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 1998થી 2014 સુધી ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડતા હતા. વર્ષ 2019માં પહેલીવાર અમિત શાહે અહીંથી ચૂંટણી લડી હતી અને જંગી વોટથી જીત મેળવી હતી. હવે તેઓ બીજી વખત ગાંધીનગરના ભાજપના ઉમેદવાર હશે.

દરમિયાન ભરૂચ અને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવતા નર્મદા જિલ્લાનાં 2 વિધાનસભા વિભાગો દેડિયાપાડા અને નાંદોદ માટે આગામી તારીખ 7 મેના રોજ યોજનારી ચૂંટણી પૂર્વે નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કલેક્ટર કચેરીમાં કોમ્પ્યુરાઈઝ્ડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું.

માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હવે બન્ને પ્રાંતમાં EVMની ફાળવણી શરૂ કરવામાં આવી છે. રેન્ડમાઈઝ્ડ EVM તમામ વિધાનસભા મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવશે. બન્ને વિધાનસભા બેઠકોના 616 બુથો માટે ફાળવણી કરવામાં આવી હતી.

ફર્સ્ટ રેન્ડમાઈઝેશન બાદ રેન્ડમાઈઝ્ડ EVMની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પૂરી પાડવામાં આવશે. આ પ્રસંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સહિત મદદનીશ ચૂંટણી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code