
લોકસભા ચૂંટણીઃ ગુજરાત સહિત છ રાજ્યના ગૃહ સચિવો અને પ.બંગાળના ડીજીપીને હટાવાયાં
નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સપન્ન થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડના ગૃહ સચિવોની બદલીના આદેશ કરાયાં છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના પોલીસ વડાની પણ બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય. પ્રશાસનિક વિભાગના સચિવોને હટાવવામાં આવ્યાં છે. લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતના કેટલાક દિવસો બાદ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની અધ્યક્ષતાવાળી ચૂંટણી પેનલે મુંબઈની પાલિકાના કમિશર ઈકલાબસિંહ ચહલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓને હટાવવા માટે નિર્દેશ કર્યો હતો.
ચૂંટણી પંચે તમામ રાજ્ય સરકારોને નિર્દેશ કર્યો છે કે, તેઓ ચૂંટણી કાર્યમાં જોડાયેલા એવા અધિકારીઓની બદલી કરે જેમના 3 વર્ષ પૂર્ણ થયા છે તથા પોતાના ગૃહ જિલ્લામાં છે. મહારાષ્ટ્રના કેટલાક નગરનિગમના કમિશરો અને કેટલાક અન્ય અધિકારીઓના સંબંધમાં નિર્દેશનું પાલન કરવામાં આવ્યું ન હતું.