1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં લાયસન્સ માટે લાંબુ વેઈટિંગ, રાજ્યમાં 1.58 લાખ જેટલા લાયસન્સને ડિસ્પેચ કરવાના બાકી
અમદાવાદમાં લાયસન્સ માટે લાંબુ વેઈટિંગ, રાજ્યમાં 1.58 લાખ જેટલા લાયસન્સને ડિસ્પેચ કરવાના બાકી

અમદાવાદમાં લાયસન્સ માટે લાંબુ વેઈટિંગ, રાજ્યમાં 1.58 લાખ જેટલા લાયસન્સને ડિસ્પેચ કરવાના બાકી

0
Social Share

અમદાવાદઃ રાજ્ય સરકારે આરટીઓની કચેરીઓમાં ભીડ ઓછી કરવા અને નાગરિકોને ઘેરબેઠા જ સુવિધા મળી રહે તે હેતુથી મોટાભાગની સેવા ઓનલાઈન કરવામાં આવી છે, જેમાં નવા ડ્રાઈવિંગ લાયસન્સ તેમજ રિન્યુઅલ ડ્રાઈવિંગ લાયસન્સનો સમાવેશ થાય છે. પરંતુ રાજ્યની તમામ આરટીઓ કચેરીઓમાં લાયસન્સ મેળવવા માટે લાંબુ વેઈટિંગલિસ્ટ જોવા મળી રહ્યું છે. કહેવાય છે, કે લાયસન્સમાં જે ચીપ્સ લાગવવામાં આવે છે તેની અછતને લીધે લાયસન્સ માટે વેઈટિંગ ચાલી રહ્યું છે. બીજીબાજુ રાજ્યની 36 આરટીઓ અને એઆરટીઓ કચેરીમાં 1.58 લાખ લાઇસન્સ ડિસ્પેચ કરવાના બાકી છે. આમાંથી 25 હજારથી વધુ અમદાવાદીને છેલ્લા દોઢ વર્ષથી લાઇસન્સ મળ્યાં નથી. અરજદારો લર્નિંગ લાઇસન્સના છ મહિના સમયગાળામાં બેથી ત્રણ વખત વાહનનો ડ્રાઇવિંગ ટેસ્ટ આપે છે, નાપાસ થાય તો ફરી લર્નિંગ લાઇસન્સ રિન્યુ કરવીને ફરી ડ્રાઇવિંગ ટેસ્ટ આપે છે, પાસ થાય તો પણ સ્માર્ટ કાર્ડના અભાવે બેથી ચાર મહિને પાકું લાઇસન્સ મળતુ હોય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે કરેલી નવી વ્યવસ્થાના લીધે વાહનના પાકાં ડ્રાઇવિંગ લાઇસન્સધારકોને આધારકાર્ડ બેઝ્ડ રિન્યુ, ડુપ્લિકેટ કરાવવા ઉપરાંત નામ-સરનામું બદલવા માટે અરજી કરે તો આરટીઓમાં આવવાની જરૂર રહેતી નથી. આવા અરજદારો આરટીઓમાં ઓનલાઇન અરજી કરતા હોય છે. પરંતુ અરજી કર્યા પછી અરજદારોને ઓછામાં ઓછા એક મહિનાથી લઇ ચાર મહિના સુધી પાકાં લાઇસન્સ જ મળતાં નથી. છેલ્લા દોઢ વર્ષથી લાઇસન્સ તૈયાર કરતી કંપનીની નબળી કામગીરીના લીધે અરજદારો પરેશાન થઇ ગયા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની આરટીઓમાં 1,57,650 વાહનના પાકાં લાઇસન્સ ડિસ્પેચ થયા વગર પેન્ડિંગ છે. જેના લીધે લોકોને ટ્રાફિક પોલીસની કનડગતથી લઇ અકસ્માતમાં વાહન ઇન્સ્યોરન્સનો ઉપયોગ કરવો હોય તો ઘણી સમસ્યાઓ પડી રહી છે. અમદાવાદમાં 24 હજાર, સુરતમાં 9537, રાજકોટમાં 6325, ગાંધીનગરમાં 7093, મહેસાણામાં 7716, ભાવનગરમાં 5721, બનાસકાંઠામાં 5326, જામનગરમાં 5801, અને ભૂજમાં 6589નો સમાવેશ થાય છે. આમ દોઢ લાખથી વધુ પાકા લાયસન્સ ડિસ્પેજ કરાયા નથી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code