
LPG કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સતત 5મી વખત ઘટાડો નોંધાયો – આજથી લાગુ થશે નવા દરો
- એલપીજી સિલેન્ડરના ભાવમામં રાહત
- આજથી નવા દરો લાગુ થશે
દિલ્હીઃ- દેશભરમાં જ્યાં એક તરફ મોંધવારીનો માર છે ત્યા બીજી તરફ એલપીજી સિલસેન્ડરના વપરાશકર્તાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. જે પ્રમાણે 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં સતત 5મા મહિને ઘટાડો થયો છે.
ઈન્ડિયન ઓઈલ દ્વારા આજે એટલે કે 1લી સપ્ટેમ્બરે એલપીજીના નવા દરો જાહેર કરવામાં આવ્યા ,દેશના ચાર મહાનગરોમાં એલપીજીના નવા દરોની વાત કરીએ તો, જે મુજબ ઈન્ડેન સિલિન્ડર દિલ્હીમાં 91.50 રૂપિયા, કોલકાતામાં 100 રૂપિયા, મુંબઈમાં 92.50 રૂપિયા અને ચેન્નાઈમાં 96 રૂપિયા સસ્તું થશે. આ ઘટાડો દિલ્હીથી પટના, જયપુરથી દિસપુર, લદ્દાખથી કન્યાકુમારી સુધી થયો છે.
આજથી દિલ્હીમાં 19 કિલોનો LPG સિલિન્ડર 1976.50 રૂપિયાના બદલે 1885 રૂપિયામાં મળશે. તે જ સમયે, અગાઉ તે કોલકાતામાં 2095.50 રૂપિયામાં ઉપલબ્ધ હતું, પરંતુ 1 સપ્ટેમ્બર, 1995.50થી તે રૂ.માં ળશે છ. કોમર્શિયલ સિલિન્ડરની કિંમત આજેથી મુંબઈમાં 1844 રૂપિયા અને ચેન્નાઈમાં 2045 રૂપિયા થઈ ગઈ છે.
આ ઘટડાના કારણે હોટલ અને રેસ્ટોરન્ટની ઈનપુટ કોસ્ટ ઘટી શકે છે અને સામાન્ય લોકોને મોંઘા ભોજનમાંથી રાહત મળી શકે છે. ઉલ્લેખનીય છે આ ફેરફાર ફક્ત કોમર્શિયલ સિલિન્ડરમાં જ થયો છે. જ્યારે, 14.2 કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર માત્ર 6 જુલાઈના દરે ઉપલબ્ધ છે. કારણ કે 6 જુલાઈએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિમંતના 50 રુપિયા વધ્યા હતા હાલ પણ ઘરેલુ ગેસમાટે આજ કિમંતો લાગુ રહેશે.