1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.4 નોંધાઈ
જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.4 નોંધાઈ

જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.4 નોંધાઈ

0
Social Share
  • જમ્મુ કાશ્મીરમાં અવાર નવાર ભૂકંપના આચંકા
  • વહેલી સવારે ફરી 4.4ની તીવ્રતાના આંચકા આવ્યા

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જેને ભાપતનું સ્વર્ગ ગણવામાં આવે છે, જો કે છેલ્લા ઘણા સમયથી આ પહાડી વિસ્તારની ઘરા અવાર નવાર ઘ્રુજી રહી છે, ત્યારે ફરી એક વખત જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા.

આતંકવાદથી પીડિત આ રાજ્યના લોકો છેલ્લા કેટલાક દિવસોથી કુદરતના કહેરથી ડરી રહ્યા છે,વારંવાર ભૂકંપ આવવાની ઘટનાઓથી લોકો ભયભીત થઈ રહ્યા છે, પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ વખતે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર રાજ્યના હેનલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે આ આવેલા ભૂકંપમાં કોઈ જાનમાલના નુકશાનના સમચારા નથી.

આ વિસ્વિતારમાં વિતેલી  સાંજે 4:43 વાગ્યે અચાનક ધરતી ધ્રૂજવા લાગી. જેને કારણે લોકોએ કંપારી અનુભવતા ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ભય જોવા મળ્યો હતો .ઉલ્લેખનીય છે કેજમ્મુ-કાશ્મીર રાજ્યમાં છેલ્લા 8 દિવસ દરમિયાન આ 13મી વખત ભૂકંપના કારણે ધરતી ધ્રૂજતી હતી.અહી વારંવાર ભૂકંપની ઘટનાઓ સામે આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code