1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4.  એલએન્ડટી કંપનીને મળ્યો મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનનો 25 હજાર કરોડના પ્રોજેકટનો કોન્ટ્રેક્ટ
 એલએન્ડટી કંપનીને મળ્યો મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનનો 25 હજાર કરોડના પ્રોજેકટનો કોન્ટ્રેક્ટ

 એલએન્ડટી કંપનીને મળ્યો મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનનો 25 હજાર કરોડના પ્રોજેકટનો કોન્ટ્રેક્ટ

0
Social Share
  • મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનનો 25 હજાર કરોડa
  • એલએન્ડટી કંપનીને મળ્યો આ પ્રોજેકટનો કોન્ટ્રેક્ટ

દિલ્હી – અમદાવાદ- મુંબઈ બુલેટ ટ્રેનને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી ,કોરોનાકાળને લઈને તેની કાગીરી અવરોધક બની હતી ત્યારે હવે આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ એલ એન્ડ ટી કંપનીને સોંપવામાં આવી ચૂક્યો છે.

કંટ્રકશન અને એન્જીનીયરીંગ કંપનીએ આ સમગ્ર બાબતે વિતેલા દિવસને શુક્રવારે જણાવ્યું હતું કે, મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરીડોર પરિયોજના માટે 25000 કરોડ રૂપિયાનો એક કોન્ટ્રેકટ અમને મળ્યો છે. જોકે કંપનીએ કોન્ટ્રેકટની સમગ્ર માહિતી આપી નથી.

આ દેશની પ્રથમ બુલેટ ટ્રેન યોજના છે મુંબઇ-અમદાવાદના 508.17 કિમી. લાંબા બુલેટ ટ્રેન કોરીડોરનો 155.76 કિમી. ભાગ મહારાષ્ટ્રમાં, 348.04 કિમી. ગુજરાતમાં અને 4.3 કિમી. દાદરા નગર હવેલીમાં છે. આ પરિયોજનાનો ખર્ચ અંદાજે 1.1 લાખ કરોડ રૂપિયા છે

કંપનીએ આ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ ગણાવ્યો છે,કારણ કે મહત્વપૂર્ણ કેટેગરીનો પ્રોજેક્ટ1000 કરોડથી લઇને 25000 કરોડ સુધીના હોય છે. કંપનીએ શેરબજારને પણ જણાવ્યું કે એલએન્ડટી કંસ્ટ્રકશન હેવી સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રકચર બિઝનેસને આ કોન્ટ્રેકટ હેઠળ તેઓને 28 પુલની ખરીદી, નિર્માણ, સંયોજન, પેઇન્ટ અને પરિવહનનું કામ મળવા પામ્યું છે.આ બાબતે કંપનીએ જણાવ્યું છે કે. કે તેમણે જપાનની કંપની સાથે ક્ધસોર્ટિયમના માધ્યમ થકી તેઓને આ કોન્ટ્રેકટ પ્રાપ્ત થયો છે

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code