1. Home
  2. ગુજરાતી
  3. માફિયા અતીક અહમદ અને ભાઈ અશરફની ગોળી મારીને હત્યા,મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જતા વખતે બની ઘટના
માફિયા અતીક અહમદ અને ભાઈ અશરફની ગોળી મારીને હત્યા,મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જતા વખતે બની ઘટના

માફિયા અતીક અહમદ અને ભાઈ અશરફની ગોળી મારીને હત્યા,મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જતા વખતે બની ઘટના

0
Social Share
  • માફિયા અતિક એહમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા
  • હોસ્પિટલ ચેકઅપ માટે લઈ જતા બની ઘટના

લખનૌઃ- એક દિવસ અગાઉ માફિયા અતિક ના પુત્રનું એન્કાઉન્ટ કરવામાં આવ્યું હતું ત્યારે હવે માફિયા અતિક એહમદ અને તેના ભાઈ અશરફને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે આ બન્ને ભાઈની હત્યા કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે માફિયા અતીક અહેમદ અને અશરફ બંનેને પાંચ દિવસના રિમાન્ડ પર લાવવામાં આવ્યા હતા. પોલીસે તેની પૂછપરછ કરી હતી. દરમિયાન મેડિકલ કોલેજ પાસે બંનેની હત્યા કરવામાં આવી હતી. બંનેના મૃતદેહ પાસે પિસ્તોલ  પણ પડેલી જોવા મળી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે અહમદ અને તેના ભાઈને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જતી પોલીસને પગલે મીડિયા કર્મચારીઓએ આ હત્યાની ઘટનાને  કેમેરામાં કેદ કર્યું છે.વાયરલ ફૂટેજમાં જોવા મળએ છે કે ઓછામાં  બે વ્યક્તિઓ નજીકથી ગોળીબાર કરી રહ્યા છે, જેના કારણે અહમદ અને તેનો ભાઈ જમીન પર ઢળી પડ્યા હતા.

માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને શનિવારે મોડી રાત્રે પોલીસ કસ્ટડીમાં આરોગ્ય તપાસ માટે રાહત કોલ્વિન હોસ્પિટલ લઈ જતી વખતે મેડિકલ કોલેજ નજીક મીડિયાકર્મીઓ બનીને આવેલા બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ વહીવટી સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.

પોલીસે ઝડપથી હુમલાખોરો પર કાબૂ મેળવ્યો અને પીડિતોના મૃતદેહોને ઘટનાસ્થળેથી દૂર ખસેડવામાં આવ્યા છે, ત્યારે હવે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી.પોલીસ અને મીડિયા કર્મીઓ સામે આ બન્ને માફિયાઓની હત્યા કરવામાં આવી છે,ફાયરિંગનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

આ ઘટના બની ત્યારે મીડિયા કર્મીઓઓ બન્ને માફિયા ભાઈઓની બાઈટ લઈ રહ્યા હતા અને પાછળથી અચાનક જ ફાયરિંગ થાય છે અને ગોળી પહેલા અતિકને વાગે છે ને તરતજ તે ઢળી પડે છે ભાઈ અહમદને પણ ગોળી મારવામાં આવે છે,જે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળ્યું છે.

આ ઘટનામાં  એક કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.ઉમેશ પાલ હત્યા કેસમાં માફિયા અતીક અને તેનો ભાઈ અશરફ ચાર દિવસથી પોલીસ કસ્ટડીમાં હતા. શનિવારે ત્રીજા દિવસે ધુમનગંજ પોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ રહેલા અતીક અને અશરફની એટીએસ દ્વારા હથિયારોની દાણચોરી અંગે પૂછપરછ કરવામાં આવી હતી. રાત્રે 10 વાગ્યા બાદ આ બન્નેને  મેડિકલ ચેકઅપ માટે કોલવિન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યા આ ઘટના બનવા પામી છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code