1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં સૌથી વધારે સુપર રિચ મહાનુભાવો મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે, બીજા ક્રમે દિલ્હી
દેશમાં સૌથી વધારે સુપર રિચ મહાનુભાવો મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે, બીજા ક્રમે દિલ્હી

દેશમાં સૌથી વધારે સુપર રિચ મહાનુભાવો મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે, બીજા ક્રમે દિલ્હી

0
Social Share

નવી દિલ્હીઃ દેશના મોટાભાગના સુપર રિચ મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે, જે બાદ રાજધાની દિલ્હીમાં સૌથી વધારે ઘનાઢ્ય વ્યક્તિઓ છે. મહારાષ્ટ્રમાં 391 ધનાઢ્યો વસવાટ કરે છે. રાજધાની દિલ્હી 199 લોકો રિચ  છે જેમની નેટવર્થ 30 ઓગસ્ટ, 2023 સુધીમાં રૂ. 1000 કરોડથી વધુ છે. દિલ્હીના અતિ સમૃદ્ધ લોકો પાસે 16,59,500 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમાં સૌથી ધનિક HCLના શિવ નાદર છે, જેમની સંપત્તિ 2,28,900 કરોડ રૂપિયા છે. રિપોર્ટ દર્શાવે છે કે, દિલ્હીમાં મોટાભાગના સુપર રિચ લોકોએ ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ સેક્ટરમાંથી કમાણી કરી છે. ગુજરાતમાં 110 અતિસમૃદ્ધ લોકો વસવાટ કરે છે. તેમની પાસે 1031500 કરોડની સંપત્તિ છે. આ સંપત્તિમાંથી લગભગ 50 ટકા રાજ્યના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી પાસે છે. તે બીજા સૌથી અમીર ભારતીય પણ છે.

ગુજરાત પછી કર્ણાટક આવે છે. આ દક્ષિણ રાજ્યમાં 108 અતિ સમૃદ્ધ લોકો રહે છે, જેમની કુલ સંપત્તિ 6,91,200 રૂપિયા છે. અહીંના સૌથી ધનિક વ્યક્તિ આરએમઝેડ કોર્પના અર્જુન મેંડા છે. આ યાદીમાં તેઓ નવા વ્યક્તિ છે, ત્યારબાદ ઝેરોધાના સીઈઓ નીતિન કામથ છે, જેમની સંપત્તિમાં એક વર્ષમાં 46 ટકાનો વધારો થયો છે. તેમના પછી ઈન્ફોસિસના સહ-સ્થાપક સેનાપતિ ‘ક્રિસ’ ગોપાલકૃષ્ણનનો નંબર આવે છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં મળીને 105 સુપર રિચ લોકો છે જ્યારે તમિલનાડુમાં 103 સુપર રિચ છે. તમિલનાડુના સૌથી અમીર લોકો પાસે 4,53,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તે એકમાત્ર રાજ્ય છે જ્યાં સૌથી ધનિક વ્યક્તિ એક મહિલા છે, તેનું નામ રાધા વેમ્બુ છે. તેઓ ઝોહો કોર્પોરેશનની સહ-સ્થાપક છે. રાજ્યના બીજા સૌથી ધનિક વ્યક્તિ રાધા વેમ્બુના ભાઈ શ્રીધર વેમ્બુ છે, ત્યારબાદ સન ટીવીના કલાનિથિ મારન છે.

કેરળમાં રૂ. 3,60,500 કરોડની સંપત્તિ સાથે 31 સુપર રિચ લોકો છે. તેમાંથી સૌથી અમીર લુલુ ગ્રુપના યુસુફ અલી એમએ છે. તેમના જમાઈ શમશીર વાયલીલ કેરળના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. વાયલીલ બુર્જિલ હોલ્ડિંગ્સના સ્થાપક અને ચેરમેન છે અને તેઓ પ્રથમ વખત અમીરોની યાદીમાં પ્રવેશ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code