1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય સંસ્કૃતિને મજબુત કરવામાં આદિવાસી સમાજનું મોટુ યોગદાનઃ PM મોદી
ભારતીય સંસ્કૃતિને મજબુત કરવામાં આદિવાસી સમાજનું મોટુ યોગદાનઃ PM મોદી

ભારતીય સંસ્કૃતિને મજબુત કરવામાં આદિવાસી સમાજનું મોટુ યોગદાનઃ PM મોદી

0
Social Share
  •  દેશના પ્રથમ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનનું લોકાર્પણ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે સ્ટેશનનું કર્યું લોકાર્પણ
  • રેલવે સ્ટેશનનું નામ રાણી કમલાપતિ રખાયું

ભોપાલઃ અમર શહિદ બિરસા મુંડાની જ્યંતિ ઉપર જનજાતીય ગૌરવ દિવસ સમાહોરમાં સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાની કમલાપતિ રેલવે સ્ટેશન પહોંચ્યાં હતા. 100 કરોડના ખર્ચે બનેલા રેલવે સ્ટેશનની તેમને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જાણકારી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન રાણી રમલાપતિનું લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે ભારત પોતાના પહેલા જનજાતિય ગૌરવ દિવસ ઉજવી રહ્યો છે. આઝાદી બાદ દેશમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં સંમગ્ર દેશમાં જનજાતિય સમાજની કલા, સંસ્કૃતિ, સ્વતંત્રતા આંદોલન અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનના ગૌરવની સાથે યાદ કરવામાં આવી રહ્યું છે. જીવનના મહત્વપૂર્ણ કાલખંડમાં મે આદિવાસીઓ સાથે વિતાવ્યાં છે. જીવન જીવાનું કારણ, જીવન જીવાનો ઈરાદો આદિવાસી પરંપરા પ્રસ્તૃત કરે છે. આ સંમેલન કેટલાક લોકોને હેરાન કરે છે. એવા લોકોને વિશ્વાસ નહીં હોય કે જનજાતિય સમાજનું ભારતીય સંસ્કૃતિને મજબુત કરવા માટે કેટલુ મોટુ યોગદાન રહ્યું છે. આદિવાસીઓ અંગે દેશને અંધારામાં રાખવામાં આવ્યો હતો. જો બતાવવામાં આવ્યો હોય તો સિમિત જાણકારી આપવામાં આવતી. આઝાદી બાદ આટલા દશક સુધી સરકાર ચલાવનારાઓમાં પોતાના સ્વાર્થને પ્રાથમિકતા આપી.

તેમણે વધુમાં કહ્યું કે, જનજાતિય સમાજના આત્મવિશ્વાસ માટે, અધિકાર માટે અમે દિવસ-રાત કામ કરીએ છીએ. જેવી રીતે આપણે ગાંધી જ્યંતિ, સરદાર પટેલ જ્યંતિની ઉજવણી કરીએ છે તેમ ભગવાન બિરસા મુંડાની જ્યંતિની પણ દર વર્ષે જનજાતિય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવમી કરવામાં આવશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code