1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈમાં ઈડીની મોટી કાર્યવાહીઃ અનેક સ્થળો ઉપર તપાસ
મુંબઈમાં ઈડીની મોટી કાર્યવાહીઃ અનેક સ્થળો ઉપર તપાસ

મુંબઈમાં ઈડીની મોટી કાર્યવાહીઃ અનેક સ્થળો ઉપર તપાસ

0
Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ઈડી દ્વારા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની બહેન હસીના પારકરના નિવાસસ્થાન ઉપર તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અંડરવર્લ્ડ સાથે જોડાયેલા અનેક સ્થળે મુંબઈમાં મની લૉન્ડ્રિંગ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે કેટલાક અંડરવર્લ્ડ ભાગેડૂ અને રાજનેતાઓની પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરના મુંબઈ સ્થિત રહેણાંક પર પણ ગયા છે. મહારાષ્ટ્રની રાજધાનીમાં લગભગ 10 સ્થળે ઇડીએ તપાશ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઑફ મની લૉન્ડ્રિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા આ મહિનાની શરૂઆતમાં ડી-કંપની વિરુદ્ધ કડક ગેરકાયદેસર ગતિવિધિઓને અટકાવવાના અધિનિયમ (UPA) હેઠળ નોંધવામાં આવેલા તાજેતરના કેસ આધારે ઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code