1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઓછા ખર્ચે ઓછી મહેનતે ઘરે બનાવો ઓરેન્જ આઈસ્ક્રીમ, જાણો રેસીપી  
ઓછા ખર્ચે ઓછી મહેનતે ઘરે બનાવો ઓરેન્જ આઈસ્ક્રીમ, જાણો રેસીપી  

ઓછા ખર્ચે ઓછી મહેનતે ઘરે બનાવો ઓરેન્જ આઈસ્ક્રીમ, જાણો રેસીપી  

0
Social Share

રેસીપી, 25 માર્ચ 2026: ઓરેન્જ અથવા સંતરા અથવા નારંગી વિટામિન સીથી ભરપરુ ફ્રૂટ છે, ઉનાળામાં તેનું સેવન કરવાથી બોડી હાઈડ્રેટેડ રહે છે અને શરીરને રોગપ્રતિકારક શક્તિ વધારે છે, ઉનાળામાં જો નારંગી એકલી કે જ્યુસ પીવો ન હોય તો તમે એમાંથી ઠંડો ઠંડો આઈસ્ક્રીમ બનાવી શકો છો. ઓરેન્જ આઈસ્ક્રીમ ઓછી મહેનતે ઓછી સામગ્રીમાં ઝટપટ તૈયાર થઇ જાય છે, એમાં કોઈ કેમિકલ વાપરવામાં આવ્યા નથી.

ઓરેન્જ આઈસ્ક્રીમ રેસીપી

સામગ્રી

4 તાજા નારંગી

1/4 કપ ખાંડ

1 ચમચી નારંગીનો છાલ

આઈસ્ક્રીમ બેઝ માટે

200 મિલી ફ્રેશ ક્રીમ

½ કપ કન્ડેન્સ્ડ મિલ્ક

2 ચમચી મિલ્ક પાવડર

ચપટી મીઠું

3-4 ચમચી તૈયાર નારંગીનો બનાલે પલ્પ

ઓરેન્જ આઈસ્ક્રીમ બનાવાની રીત

સૌ પ્રથમ નારંગી તૈયાર લો, નારંગીના ઉપરના ભાગને સરસ રીતે કાપી લો અને કાળજીપૂર્વક પલ્પ કાઢી લો. હવે બાજુ પર રાખો. નારંગીનો જામ બનાવો, રસ કાઢવા માટે પલ્પને ભેળવો અથવા નિચોવો.

રસને ખાંડ, નારંગીનો છાલ સાથે પેનમાં ઉમેરો. મધ્યમ પેન પર જામ જેવી / ચાસણી જેવી ચાસણી ન થાય ત્યાં સુધી કુક કરો. તેને સંપૂર્ણપણે ઠંડુ થવા દો. હવે ક્રીમને એક બાઉલમાં, તાજી ક્રીમને જાડા અને ફ્લફી થાય ત્યાં સુધી ફેંટો.

આઈસ્ક્રીમનું મિશ્રણ તૈયાર કરવા બીજા બાઉલમાં 3-4 ચમચી નારંગી જામ, કન્ડેન્સ્ડ મિલ્ક, મિલ્ક પાવડર અને ચપટી મીઠું મિક્સ કરો.હવે આ મિશ્રણને વ્હીપ્ડ ક્રીમમાં ઉમેરો અને ફરીથી 2-3 મિનિટ માટે સ્મૂધ અને ક્રીમી થાય ત્યાં સુધી ફેંટો.

હવે આ બેટરને કોઈ મોટા એર ટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં 8-10 કલાક અથવા રાતોરાત સંપૂર્ણપણે સેટ થાય ત્યાં સુધી ફ્રીઝ કરો. ત્યારબાદ ક્રીમી સ્ટફ્ડ ઓરેંજ આઈસ્ક્રીમ સર્વ કરો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code