1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. વરસાદી મોસમમાં બનાવો ટેસ્ટી ચીઝ ગાર્લિક કોર્ન, જાણો રેસીપી
વરસાદી મોસમમાં બનાવો ટેસ્ટી ચીઝ ગાર્લિક કોર્ન, જાણો રેસીપી

વરસાદી મોસમમાં બનાવો ટેસ્ટી ચીઝ ગાર્લિક કોર્ન, જાણો રેસીપી

0
Social Share

રેસીપી, 11 જુલાઈ 2026: Cheese Garlic Corn recipe ચોમાસું શરૂ થાય એટલે માર્કેટમાં મકાઈ આવવાનું પણ શરૂ થઇ જાય છે, ગરમાગરમ મકાઈ વરસાદી ઠંડા વાતાવરણમાં ખાવાની મજા પડી જાય છે, શુંતમને પણ ઠંડા વાતાવરણમાં ચીઝી નાસ્તાની ઈચ્છા થાય તો તમે આ ચીઝ ગાર્લિક કોર્ન બનાવી શકો છો જે ખુબજ ક્રીમી, બટરી અને લસણિયો ટેસ્ટ આવે છે અને થોડીવારમાં જ તૈયાર થઈ જાય છે.

ચીઝ ગાર્લિક કોર્ન ટેસ્ટી નાસ્તો છે ઘરે ખૂબ જ સરળતાથી અને માત્ર 10 મિનિટમાં બનાવી શકો છો. સાંજના સમયે ભૂખ લાગી હોય કે ઘરમાં કોઈ નાની પાર્ટી હોય, આ સ્ટાર્ટર રેસીપી દરેકના ચહેરા પર સ્માઇલ લાવી દેશે.

ચીઝ ગાર્લિક કોર્ન રેસીપી

સામગ્રી

મકાઈ

લસણ

બટર

ચીઝ

મરચાંના ટુકડા

મિક્ષ હર્બ્સ

મીઠું અને કાળા મરી

ચીઝ ગાર્લિક કોર્ન બનાવવાની રીત

સૌથી પહેલા મકાઈના દાણાને થોડું મીઠું ઉમેરીને પાણીમાં સારી રીતે બાફી લો. એક પેન અથવા કઢાઈમાં 2 ચમચી બટર ગરમ કરવા મૂકો. બટર ઓગળે એટલે તેમાં ઝીણું સમારેલું લસણ ઉમેરો. લસણને ધીમી આંચ પર અડધી મિનિટ માટે સાંતળો.

જેથી તેની સરસ સુગંધ બટરમાં બેસી જાય, હવે આ બટર ગાર્લિકના મિશ્રણમાં બાફેલા મકાઈના દાણા ઉમેરો અને બરાબર મિક્સ કરી લો, ગેસની આંચ મધ્યમ રાખીને કોર્નને 2 મિનિટ માટે સાંતળો.

ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, કાળા મરીનો પાઉડર, મિક્ષ હર્બ્સ ઉમેરી બધી સામગ્રીને બરાબર હલાવી લો. મસાલા સરસ ભળી જાય એટલે ગેસની આંચ એકદમ ધીમી કરી નાખો.

હવે તેની ઉપર તમારી પસંદગી મુજબનું ગ્રેટ કરેલું ચીઝ ઉમેરો. પેનને 1 મિનિટ માટે ઢાંકી દો જેથી ચીઝ એકદમ સરસ રીતે ઓગળી જાય.

ચીઝ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો. આ ગરમાગરમ, ચીઝી અને ક્રીમી ચીઝ ગાર્લિક કોર્ન સર્વ કરો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code