
‘ચાલવા’ ને જીવનનો બનાવી લો એક ભાગ – અનેક રોગો થશે દૂર, બીજા અઢળક થશે ફાયદાઓ
- ચાલવાથી શરીર તંદુરસ્ત રહે છે
- આળસ દુર થાય છે અનેક કામમાં મન લાગે છે
- શરીરમાં ચાલવાથી ગેસ બનતો નથી છેવટે શરીર તંદુરસ્ત બને છે
- ગેસ જેવી નાની બીમારી હાર્ટ એટેકનું કારણ બની શકે છે
- દિવસ દરમિયાન બને ત્યા સુધી ચાલવાનું રાખો
શું તમે જાણો છો આપણા શરીરમાં થતી નાની નાની બીમારીઓ પાછળ એક જ મહત્વનું કારણ છે તે છે સમગ્ર દિવસ દરમિયાન ચાલવામાં આવતું નથી. જી હા. આપણે જાણીએ છીએ ચાલવાથી ઘણા ફાયદાઓ થાય છે એજ રીતે જો ચાલવામાં ન આવે અથવા તો બેઠાળું જીવન જીવવામાં આવે તો શરિરમાં અનેક બીમારીઓ પગપેસારો કરી જાય છે.
સામાન્ય રીતે ચાલવાથી શરીરમાં સ્ફૂર્તિ તો રહે જ છે, પરંતુ તેની સાથે ગેસ જેવી સામાન્ય લાગતી પરંતુ હાર્ટ એટેકને નોતરી શકે તેવી બીમારીમાં રાહત થાય છે. શરીરમાં દરેક સમસ્યાઓ નાની બીમારી ગણાતી ગેસથી શરુ થાય છે પરિણામે તે મોટૂ સ્વરુપ ઘારણ કરી લે છે, અને ગેસ થવાના મુખ્ય કારણોમાં એક મહત્વનું કારણ એ છે કે આપણે ચાલીએ ખુબ ઓછું છીએ, જો આપણે દિવસ દરમિયાન ઓછામાં ઓછુ દોઢ થી બે કિલો મીટર જેટલું ચાલતા થઈએ તો શરીમાંથી અનેક બીમારીઓ ટાટા બાયબાય કહી શકે છે.
આમ તો લોકો આજકાલ જીમ જાય છે ટ્રૅડમિલ પર ચાલવા માટે, પરંતુ તમારા પાસે જમીન પર ચાલવાનો બેસ્ટ ઓપ્શન છે, કુદરતી રીતે જમીન પર ચાલવાની પ્રકિયા ટ્રેડમિલ કરતા ઘણી સારી છે, ચાલવાથી માત્ર કૅલરી બર્ન નથી થતી, એનાથી શરીરને બીજા ઘણાબધા ફાયદા પણ થાય છે. શરીરને હેલ્ધી રાખવા માટે થોડીક ફિઝિકલ ઍક્ટિવિટી ખૂબ જરૂરી છે.
ચાલવાથી થતા ફાયદાઓ જાણો
- રોજ એકથી દોઢ કિલોમીટર જેટલું ચાલવાથી સામાન્ય વ્યક્તિની સરખામણીમાં તેની તંદુરસ્તી 50 ટકા સારી રહે છે
- નિયમિત ચાલવાથી વ્યક્તિઓને લાંબું અને સ્વસ્થ જીવન પ્રાપ્ત છે.
- ચાવલાથી મેદસ્વીતાપણૂ ઘટે છે, શરીરમાં રહેલી વધારાની ચરબી દુર થાય છે
- ડાયટ કન્ટ્રોલ ન કરવું હોય ત્યારે ચાલવું એક બેસ્ટ ઓપ્શન છે
- સામાન્ય રીતે ૨૦૦ કૅલરી બાળવા માટે ૧૦૦૦ ડગલાં ચાલવું યોગ્ય છે.
- ચાલવાથી શરીરના સ્નાયુઓ મજબુત બને છે.
- એક સંશોધન મુજબ વૉકિંગ અથવા તો એક્સરસાઇઝને કૅન્સરને નાથવા માટે અગત્યનું પગલું ગણવામાં આવ્યું છે.
- બ્રેસ્ટ કૅન્સર, કોલોન કૅન્સર, પ્ર્રોસ્ટેટ કૅન્સર, ફેફસાંનું કૅન્સર તેમ જ હાડકાંના કૅન્સરનું રિસ્ક નિયમિત ચાલવાથી ઘટે છે.
- જેમને કૅન્સર થઈ ચૂક્યું છે તેમના માટે ટ્રીટમેન્ટરૂપે પણ ચાલવાનું ફાયદાકારક ગણાય છે.
- ચાલાવાથી શરીરમાં રક્તભ્રમણ સુધરવાથી રક્તવાહિનીઓની કાર્યક્ષમતા સુધરે છે.
- ચાલવાથી હૃદયમાં રક્તસંચાર નિયમિત થાય છે અને હૃદયની ધબકવાની ગતિ રિધમમાં આવતી જોવા મળે છે.
- ચાલવાથી રક્તવાહિનીઓમાં કૉલેસ્ટરોલ જમા થતો નથી. જેને લીધે હાર્ટડિસીઝ અને સ્ટ્રોકનું રિસ્ક ઘટે છે.
- મેદસ્વી લોકોને ડાયાબિટીઝ થવાનું જોખમ વધારે રહેલું હોય છે. ચાલવાથી વજન ઘટે છે અને ડાયાબિટીઝ થવાનું જોખમ પણ ઘટે છે.
- ખાસ કરીને ડાયાબિટીઝના દર્દીઓએ રોજ ૩૦થી ૪૦ મિનિટ ચાલવું જોઈએ જેથી કરીને લોહીમાં શુગરનું પ્રમાણ કાબૂમાં રહે.
- આજકાલ મોટા ભાગના રોગોનું મૂળ સ્ટ્રેસ છે. ચાલવાથી શરીરમાં નૅચરલી જ એન્ડોર્ફિન કેમિકલ પેદા થાય છે. આને કારણે મૂડ સુધરે છે.
- નિયમિત ચાલવાથી નિરાશા, હતાશા કે ડિપ્રેશનનાં પ્રાથમિક લક્ષણોમાં ફાયદો થાય છે.