
તમારા સવારના નાસ્તાને બનાવો હેલ્ધી – ઘંઉના લોટના સ્કવેર પરાઠા બનાવો ખૂબજ સરળ રીતે
સાહીન મુલતાની-
- સામગ્રી
- ઘઉનો લોટ – 4 કપ
- પાણી – જરુર પ્રમાણે
- મીઠૂં – સ્વાદ પ્રમાણે
- એક ચમચી – જીરુ
સૌ પ્રથમ ઘંઉના લોટમાં મીઠૂં, અધકચરેલું જીરુ , 2 ચમચી તેલ નાખીને પાણી વડે લોટની કણક તૈયાર કરી લેવી. હવે આ કણકને 2 થી 5 મિનિટ ઢાકીને રહેવા દો, ત્યાર બાદ તેલ લગાવીને બરાબર લોટને ગુંદીલો,
હવે આ કણકના એક સરખા બે ભાગ કરવા, આટલા લોટમાં બે પરાઠા બનશે
હવે એક લોટની કણકને પાટલી જેટલી મોટી અને પાતળી વણી લો, હવે તેના પર આંગળી વડે બરાબર તેલ લગાવો અને ઘંઉનો લોટ ભભરાવો , હવે આ મોટી ગોળ રોટલીને ચાર બાજુથી ચોરસ સેપમાં વાળીને બરાબર બદાવી લો.
હવે આ ચોરસ પરાઠાને ચારે બાજુની ઘારથી વણીલો, સેપ ચોરસ રહે એ રીતે હળવા હાથે વણો, ત્યાર બાદ તેને ઘીમા તાપે તવીમાં ઘીમાં અથવા તો તેલમાં તળીલો, તૈયાર છે તમારા સ્કેવર પરોઠા. જે તમે સવારની ચા સાથે ખાઈ શકો છો. ઘંઉ હોવાથી તે હેલ્ધી રહેશે અને ભૂખને પણ મટાડશે