
મણીપુર હિંસાઃ કુકી સંગઠને પીએમ મોદીને પત્ર લખીને રાષ્ટ્રપતિ શાસનની કરી માગ
ઈમ્ફાલઃ- મણીપુરમાં મે મહિનાથી શરુ થયેલી હંસા અટકવાનું નામ નથી લઈ રહી ,છેલ્લા કેચલાક મહિનાઓમાં અહી 100થી પણ વધુ લોકોના જીવ ગયા છે કુકી અને મતૈય સમુદાય વચ્ચે શરુ થયેલો મતભેદ હિંસામાં પરિણામ્યો ત્યારે હવે કુકી સંગઠન દ્રારા પીએમ મોદીને પત્ર લખવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મણિપુરની જોમી કાઉન્સિલ સ્ટીયરિંગ કમિટીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી હતી. આ સમિતિ નવ કુકી-ઝોમી જાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે. તે જ સમયે, મતૈઈ સમુદાયના નાગરિક અધિકાર સંગઠન કોકોમીએ કેન્દ્રને વિનંતી કરી છે કે તેઓ કુકી ઉગ્રવાદી જૂથો સાથે કોઈપણ પ્રકારની વાતચીત ન કરે.
જાણકારી અનુસાર સંગઠને પીએમ મોદીને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે પૂર્વોત્તર રાજ્યના આદિવાસીઓ પર હુમલો થઈ રહ્યો છે, તેની તપાસ એનઆઈએને સોંપવી જોઈએ અહીના જિલ્લાઓમાં AFSPAની જોગવાઈઓ લાગુ કરવા જણાવ્યું જેથી કરીને સેના કાયદો અને વ્યવસ્થા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે.
એટલું જ નહી પીએમને લખેલા આ પત્રમાં તેમણે લખ્યું છે કે દેશની સંવેદનશીલ સ્થિતિમાં શાંતિ અને સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે તમારો હસ્તક્ષેપ ખૂબ જ જરૂરી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થામાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. ZCSC એ કહ્યું કે ખીણના તમામ જિલ્લાઓમાં સ્પેશિયલ પાવર્સ એક્ટ ફરીથી લાગુ થવો જોઈએ, જેથી સેના કાયદો અને વ્યવસ્થાને નિયંત્રિતમાં લાવી શકાય.
બીજી તરફ કુકી સમુદાયનો વિરોધ પક્ષ એટલે કે મતૈઈ મણિપુર અખંડિતતા પર સંકલન સમિતિ (કોકોમી) એ પણ મંગળવારે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે. તેમણે કહ્યું કે કુકી ઉગ્રવાદી જૂથો સાથે વાતચીત ન થવી જોઈએ. કોકોમીએ દાવો કર્યો હતો કે તેમની સમિતિના સભ્યો રાજ્યમાં અરાજકતા માટે જવાબદાર છે.