![મણીપુરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ,રાજ્યમાં ફરી બે સમુદાયો વચ્ચે થયેલા ગોળીબારમાં 3 લોકોના મોત](https://www.revoi.in/wp-content/uploads/2023/06/46.jpeg)
મણીપુરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ,રાજ્યમાં ફરી બે સમુદાયો વચ્ચે થયેલા ગોળીબારમાં 3 લોકોના મોત
- મણીપુરમાં ફરી હિંસા ભડકી
- ત્રણ લોકોના મોત નો એહવાલ
ઈમ્ફાલઃ- મણીપુરમાં બે સમુદાયો વચ્ચે 3 મેથી શરુ થયેલી હિંસા એટલી હદે વધી હતી કે અહી સેનાની ફોર્સ ઉતારવી પડી હતી,આ હિંસામાં હમણાસુધી અંદાજે 80 લોકોના મોત થયા હતા ત્યારે ગૃહમંત્રી અમિત શાહે પણ રાજ્યની મુલાકાત લીધી હતી ત્યાર બાદ ફરી શાંતિ છવાી હતી જો કે વિતેલા દિવસે ફરી રાજ્યમાં હિંસા ભડકી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસને સોમવારના રોજ હિંસા સર્જાય જેમાં ત્રણ લોકોના મોત થયા છે.મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં સોમવારે ફરીથી સશસ્ત્ર માણસોના બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. બંને તરફથી થયેલા ગોળીબારમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 4 લોકો ઘાયલ પણ થયા છે.
. આ ઘટના કંગચુપ વિસ્તારમાં બની હતી. ઘાયલોને ઈમ્ફાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. બીજી બાજુ, સુરક્ષા દળોએ કાર્યવાહી દરમિયાન લૂંટાયેલા 790 અત્યાધુનિક અને સ્વચાલિત હથિયારો સાથે 10,648 દારૂગોળો જપ્ત પણ કર્યો છે.
આ મામલાને લઈને પોલીસે જણાવ્યું કે આ ઘટના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કંગચુપ વિસ્તારમાં બની હતી. ઘાયલોની હાલત સ્થિર છે.બીજી બાજૂ આ હિંસા મામલે સખ્ત તપાસ થઈ રહી છે આ માટે ખાસ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે આ ટીમ દરેક મામલે તપાસ હાથ ધરશે.ઉલ્લેખનીય છે કે 3 મેના રોજ રાજ્યમાં જાતિય હિંસા ફાટી નીકળી ત્યાર બાદ આ હીંસા અટકવાનું નામ લઈ રહી નથી.