
વરીયાળીના અનેક ફાયદાઓ – એસીડિટીમાં રાહત અને પેટમાં ઠંડક આપે છે વરીયાળીમાં રહેલા ગુણો
- વરિયાળીના અનેક ફાયદાઓ
- પેટમાં ઠંડક પહોંચાડે છે વરિયાળી
- એસીડિટીમાં પણ આપે છે રાહત
દિલ્હીઃ-આજકાલ દરેક વ્યક્તિના ભોજનમાં ખૂબજ ફેરફરા થયેલો જોવા મળે છે, ફાસ્ટ લાઈફમાં જંકફૂડ જાણે આપણો ખોરક બની ગયો છે,જેમાં બહાર વધુ પડતું જમવાથી પેટમાં બળતરાની સમસ્યા રહે છે, સાથે-સાથે એસીડિટી પણ ઉભરી આવે છે ત્યારે એવી સ્થિતિમાં આપણે ઘરેલું ઈલાજ કરતા હોઈએ છે, જેમાં વરિયાળી પણ એક અવી વસ્તુ છે જે તમને આ પ્રકારની તમામ સમસ્યાઓમાંથી છૂટકારો અપાવે છે.
વરીયાળી ખાવાથી પેટ અને કબજિયાત ની તકલીફ દૂર થાય છે,સામાન્ય રીતે વરીયાળીના પાવડરને સાકરમાં સરબત બનાવીને પીવાથી પેટને ઠંડક પહોંચે છે સાથે જ પેટની તકલીફ થશે નહી અને ગેસ અને કબજિયાત પણ દુર થશે.
વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, ફોસ્ફોરસ, આયરન મહત્વપુર્ણ તત્વ સમાયેલા છે. વરિયાળીમાં વિવિધ વિટામિન એ, ઈ, સી ની સાથે જ વિટૅઅમિન બી સમુહના વિટામિન પુષ્કળ પ્રમાણમાં સમાયેલા હોય છે. આ કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણ રાખવામાં મદદ કરે છે.
વરિયાળી વિટામિન ‘સી’ થી ભરપૂર વરિયાળીમાં રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે. ગોળ અને વરિયાળી ખાવાથી માસિક ધર્મ નિયમિત થાય છે. વરિયાળી વિટામિન ‘સી’ થી ભરપૂર વરિયાળીમાં રોગ પ્રતિરોધક ક્ષમતાર હેલી છે.
વરીયાળીના અનેક ગુણકારી ફાયદાઓ
- વરિયાળીને પાણીમાં ઉકાળીને, પછી મેશ કરીને આ લેપને માથા પર લગાવવથી માઈગ્રેનની સમસ્યાથી આરામ મળે છે.
- વરીયાળી ના સેવન કરવાથી આંખની રોશની વધે છે.
- વરિયાળીનું સેવન ડાયરિયામાં ફાયદાકારક છે
- વરીયાળીનો ઉપયોગ આપણે કુદરતી માઉથફ્રેશનર તરીકે પણ કરી શકીએ છે.
- વરિયાળઈના સેવનથી પાચન શક્તિ મજબૂત બને છે
- જ્યારે આપણાને ખાંસી થાય ત્યારે વરીયાળીનું સેવન ખુબ ફાયદા કારક છે.
- વરીયાળીના પાવ઼રને મધ સાથે ખાવી જેથી ખાસી દૂર થાય છે
- જ્યારે પેટમાં દુઃખાવો રહેતો હોય ત્યારે શેકેલી વરીયાળી ચાવવાથી દૂખાવામાં રાહત થાય છે
- ખાટા તીખા ઓડકાર આવી રહ્યા નાથી વરીયાળી પાણીમાં ઉકાળીને સાકર નાખીને પીવાથી તેમાં રાહત મળે છે