1. Home
  2. ગુજરાતી
  3. બેંગલુરુની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવીની ધમકી મળી, પોલીસ તંત્ર દોડતું થયું
બેંગલુરુની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવીની ધમકી મળી, પોલીસ તંત્ર દોડતું થયું

બેંગલુરુની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવીની ધમકી મળી, પોલીસ તંત્ર દોડતું થયું

0
Social Share

બેંગલુરુઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક-બે નહીં પરંતુ અનેક સ્કૂલોને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવને પગલે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભય ફેલાયો હતો. બેંગલુરુની લગભગ 44 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આમાંથી એક શાળા કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના નિવાસસ્થાનની સામે આવેલી છે. ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે, “હું ટીવી જોઈ રહ્યો હતો, મારા ઘરની સામે આવેલી શાળામાંથી પણ ધમકીભર્યો મેલ મળ્યો હતો. હું અહીં તપાસ કરવા આવ્યો છું.”

બેંગ્લુરુની અનેક સ્કૂલોને ધમકી ભર્યા મેઈલ મળ્યાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો હરકતમાં આવ્યો હતો. તેમજ તાત્કાલિક સ્કૂલો ઉપર દોડી ગયા હતા. તેમજ સ્કૂલ સંકુલમાં તપાસ કરવામાં આવી હતી. જો કે, કંઈ પણ શંકાસ્પદ નહીં મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જે શાળાઓને આ ધમકી મળી છે તેમાં વ્હાઇટફિલ્ડ, કોરમંગલા, બસવેશનગર, યાલહંકા અને સદાશિવનગરની શાળાઓનો સમાવેશ થાય છે. મામલાની ગંભીરતા સમજીને પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

બેંગલુરુમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવા મામલે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે,સમગ્ર પ્રકરણમાં પોલીસ તપાસ કરશે, સલામતીના પગલાં લેવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓના માતાપિતાને ગભરાવાની જરૂર નથી. મેં પોલીસને શાળાઓનું નિરીક્ષણ કરવા અને સુરક્ષા વધારવા સૂચના આપી છે. કર્ણાટકના ગૃહ પ્રધાન જી પરમેશ્વરાએ કહ્યું હતું કે, “અમે ઈમેલના સ્ત્રોતની ચકાસણી કરી રહ્યા છીએ. અમે તેને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. મેં પોલીસને પ્રાથમિકતાના આધારે તેની તપાસ કરવા માટે જાણ કરી છે.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code