1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પી.એમ.સ્વનિધિ યોજના થકી અનેક શેરી ફેરિયાઓ આત્મનિર્ભર બન્યા છેઃ મુખ્યમંત્રી
પી.એમ.સ્વનિધિ યોજના થકી અનેક શેરી ફેરિયાઓ આત્મનિર્ભર બન્યા છેઃ મુખ્યમંત્રી

પી.એમ.સ્વનિધિ યોજના થકી અનેક શેરી ફેરિયાઓ આત્મનિર્ભર બન્યા છેઃ મુખ્યમંત્રી

0
Social Share

અમદાવાદઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ માટે સ્નેહ મિલન સમારંભનું આયોજન કરાયું હતું. પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યાર સુધી કુલ 4.10 લાખ શેરી ફેરિયાઓને પ્રથમ, દ્વિતિય અને તૃતિય લોન મળી કુલ રૂ. 703.72 કરોડ રૂપીયાની લોન આપવામાં આવી છે. રાજ્યની તમામ મહાનગરપાલિકા દ્વારા લક્ષ્યાંકને પુર્ણ કરાયા છે. અમદાવાદ નગરપાલિકા 1,14  લાખ શેરી ફેરીયાઓને લોન આપી પ્રથમ ક્રમે રહી છે. પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ લક્ષ્યાંક 100 % પુર્ણ કરી ગુજરાત રાજ્ય સમગ્ર ભારતમાં દ્વિતિય સ્થાન ધરાવે છે.

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા covid-19 થી અસરગ્રસ્ત  શેરી ફેરીયાઓ  તેમની આજીવિકા માટે તેમનો વ્યવસાય  શરુ કરી શકે તે હેતુથી શેરી ફેરીયાઓને વર્કીંગ કેપિટલ લોન અપાવવા ‘PM street Vendors Atma Nirbhar Nidhi (PM SVANidhi) યોજના  લાગુ કરવામાં આવી છે.  પી.એમ.સ્વનિધિ યોજના થકી લોન મેળવી શેરી ફેરિયાઓ તેમના વ્યવસાયમાં વૃધ્ધિ કરી આત્મનિર્ભર બની રહ્યા છે.  મુખ્યમંત્રીએ ઉપસ્થિત શેરી ફેરીયાના પરિવાર્જનોને નૂતન વર્ષ નિમિતે શુભકામના પાઠવી જણાવ્યું હતું કે, સ્નેહમિલન એ પરિવારજનો સાથે ઉજવાય તે આપણી સંસ્કૃતિ રહી છે.

પી.એમ. સ્વનિધિયોજના દ્વારા શેરી ફેરીયાઓને પ્રથમ રૂ. 10,000/- સુધીની વર્કીંગ કેપીટલ લોન મળવા પાત્ર છે, જે પુર્ણ થયેથી દ્વિતિય લોન રૂ.20,000/- અને ત્યારબાદ તૃતિય લોન રૂ. 50,000/-ની મળવા પાત્ર છે. જેમાં કોઇપણ પ્રકારની સીક્યુરીટી આપવાની રહેતી નથી. સમયસર કે વહેલા લોનની ભરપાઇ પર વાર્ષિક 7 % વ્યાજ સહાય લાભાર્થીના બેંક ખાતામાં સરકાર દ્વારા DBTમારફતે જમા કરવામાં આવે છે.  તેમજ શેરી ફેરીયાઓ દ્વારા કરવામાં આવતા ડીજીટલ ટ્રાન્જેક્શન ઉપર વાર્ષિક મહત્તમ રૂ. 1200 /- કેશ બેક મળવા પણ પાત્ર છે.

યોજનાઓના લાભાર્થિઓની આત્મનિરભર્તા અને તેમના જીવન સ્તરમાં આવેલ બદલાવ અંગે સંવાદ સાધવા, તેનાથી માહિતગાર થવા પી.એમ.સ્વનિધિ અંતર્ગત ‘સ્વનિધિ સે સમૃધ્ધિ’ કાર્યક્રમ અમલમાં મુકાયો છે. તેના ભાગ અમદાવાદ ખાતે રૂપે ‘પી.એમ.સ્વનિધિ સ્નેહ મિલન’ કાર્યક્રમ યોજાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, 31 ડીસેમ્બર સુધી  અમદાવાદ મહાનગરપાલિકામાં 4, સુરત મહાનગરપાલિકામાં 4, વડોદરા મહાનગરપાલિકામાં 2, રાજકોટ મહાનગરપાલિકામાં 2, ભાવનગર મહાનગરપાલિકામાં 1, જામનગર મહાનગરપાલિકામાં 1, જુનાગઢ મહાનગરપાલિકામાં 1 તથા ગાંધીનગર મહાનગરપાલિકામાં 1 એમ કુલ મળી 16 કાર્યક્રમો યોજાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code