1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઇડરિયા ગઢને નેસ્ત નાબુત કરવા સામે સ્થાનિક લોકોનો પ્રચંડ વિરોધઃ ઇડર શહેર સ્વયંભૂ બંધ રહ્યું
ઇડરિયા ગઢને નેસ્ત નાબુત કરવા સામે સ્થાનિક લોકોનો પ્રચંડ વિરોધઃ ઇડર શહેર સ્વયંભૂ બંધ રહ્યું

ઇડરિયા ગઢને નેસ્ત નાબુત કરવા સામે સ્થાનિક લોકોનો પ્રચંડ વિરોધઃ ઇડર શહેર સ્વયંભૂ બંધ રહ્યું

0
Social Share

હિંમતનગરઃ સાબરકાંઠામાં તંત્રની નિષ્ક્રિયતાને કારમે બેરાકટોક ખનન પ્રવૃતિ ચાલી રહી છે. જેમાં જિલ્લાની શાના ગણાતા ઇડરિયા ગઢને માથેથી એકવાર ખનનનું જોખમ ટળ્યા બાદ હવે પાછલે બારણે લીઝ માલિકો સક્રિય બન્યા છે. હાલ તેઓ વહીવટી તંત્રની મીઠી નજર તળે પથ્થરોનું કટિંગ કરી રહ્યા છે. આ ખનનને બંધ કરવા માટે ગઢ બચાવો સમિતિના સભ્યો અને સ્થાનિકો તરફથી ઇડર બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ઇડરમાં ખનન પ્રવૃત્તિઓ મામલે તંત્ર આંખ આડા કાન કરતું હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. આથી હવે ગઢને બચાવવા ફરીથી લડતાના મંડાણ થાય તેવા એંધાણ છે.

સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાં જેની નામના છે, એવા ઈડરિયા ગઢને ફરી એકવાર લીઝ માલિકો પાંગળો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બેથી ત્રણ વર્ષ પહેલા ‘ઇડર ગઢ બચાવો સમિતિ’ સહિત સાબરકાંઠા જિલ્લાભરમાંથી આવેલા ગઢ પ્રેમીઓના ધરણા, આવેદનપત્રો અને અહિંસક લડાઈ બાદ વહીવટી તંત્ર ઝૂક્યું હતું અને ગઢમાં ચાલી રહેલા ખનન પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, હવે ફરી એકવાર ખનન પ્રવૃત્તિ શરુ કરી દેવામાં આવી છે. આ કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના વિરોધમાં સ્વયંભૂ ઇડર શહેર બંધ રહ્યું છે. કૉંગ્રેસ પાર્ટીએ પણ આ બંધને સમર્થન આપ્યું હતું.

ઈડર શહેરના તમામ સંગઠનો, વેપારી એસોસિએશન, માર્કેટ યાર્ડ, બાર એસોસિયેશન, સહિત અનેક સમાજ દ્વારા ઈડર બંધને સમર્થન આપવામાં આવ્યું હતું. લોકો ઈડરિયા ગઢને બચાવવા માટે એક થઈને બંધમાં જોડાયા હતા. અનેક રજુઆત છતાંય ખનન બંધ ન થતા હવે સ્થાનિકો અને ગઢ બચાવો સમિતિ મેદાને ઉતર્યાં છે. ઈડરિયા ગઢને બચાવવા માટે હવે ફરીથી આંદોલનની શરૂઆત થઈ છે. આવનારી પેઢી ઈડરિયો ગઢ જોઈ શકે તે માટે હાલ યુવાનો અને વડીલો બંધને સમર્થન આપી રહ્યા છે.

તમામ લોકો એકજૂથ થઈને એક જ માંગ કરી રહ્યા છે કે ખનન કામ બંધ કરવામાં આવે. બંધ દરમિયાન માત્ર આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહી હતી. જોકે, એ પણ 12 વાગ્યા બાદ બંધ થઈ થઈ હતી. 12 વાગ્યા બાદ તમામ લોકો ઈડર ગઢ બચાઓ ચળવળમાં જોડાયા હતા. એક તરફ ઇડર ગઢ માટે સ્થાનિક લોકો મરણિયા બન્યા છે તો બીજી તરફ તંત્ર આ ખનન પ્રવૃત્તિને અટકાવવામાં અસમર્થ બની રહ્યું છે. આથી ફરી એકવાર ઇડરના ગઢને બચાવવા માટે આજથી શહેર બંધ રાખી આંદોલન શરૂ કરાયું છે. બંધ દ્વારા ગામના લોકોએ સરકાર સુધી રજુઆત પહોંચાડવાનો એક પ્રયાસ કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code