અમદાવાદમાં મેવેન્જર્સે ધૂમ મચાવી: NIMCJ દ્વારા આયોજિત મીડિયોત્સવ ૨૦૨૬ રંગેચંગે સંપન્ન
- 400થી વધુ મીડિયા એવેન્જર્સે પ્રખર પ્રતિભાની ઝલક બતાવી
અમદાવાદ, 9 ફેબ્રુઆરી, 2026 – Media Festival 2026 નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ) દ્વારા મીડિયોત્સવની ત્રીજી સીઝનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત શનિવારે ગુજરાત યુનિવર્સિટીના ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે મીડિયોત્સવ -૨૦૨૬ યોજાયો હતો. રાજ્યભરની કોલેજ અને શાળાઓના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મેવેન્જર્સની થીમ સાથે, વિદ્યાર્થીઓ મીડિયા એવેન્જર્સ બની મીડિયાલક્ષી અલગ-અલગ ૧૯ સ્પર્ધાઓમાં સહભાગી થયા હતા. ઉત્સાહભેર ભાગ લેનાર વિદ્યાર્થીઓએ અંકિત ગોરના માર્ગદર્શન હેઠળ સર્જનાત્મક લેખન તથા ડૉ. રવિન્દ્ર ઝાલાના નેતૃત્વ સાથે ગ્રાફિક અને એનિમેશનના વર્કશોપનો પણ લાભ લીધો હતો.

કાર્યક્રમના ઉદ્ઘઘાટન સત્રના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. ભાગ્યેશ જહા, ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા કલાકાર રોનક કામદાર તથા પ્રસિદ્ધ પોડકાસ્ટર જય થડેશ્વર ઉપસ્થિત રહ્યા હતા. સાથે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રદિપ જૈન અને ટ્રસ્ટીગણ વિશેષ હાજર રહ્યા હતા.
આ પણ વાંચોઃ વિશેષ લેખઃ સનાતન ધર્મનું નૈતિક માળખું, એપ્સટીન જેવાં કૌભાંડ અને નૈતિક પતન સામેનો રામબાણ ઈલાજ
સંસ્થાના નિયામક પ્રો. (ડૉ.) શિરીષ કાશીકરે જણાવ્યું હતું કે, મીડિયોત્સવની બે સીઝનની જ્વલંત સફળતા બાદ આ વર્ષે પણ કાર્યક્રમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ડૉ. ભાગ્યેશ જ્હાએ વિદ્યાર્થીઓને સમજણ અને સંયમનો સંદેશ આપ્યો હતો. અભિનેતા રોનક કામદારે સંસ્થા તથા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. પોડકાસ્ટર જય થડેશ્વરે લાઈફ એન્ડ કરિઅર આધારિત માર્ગદર્શન આપતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

આ વર્ષે ન્યૂઝ એન્કરિંગ, જિંગલ મેકિંગ, આરજે, એકપાત્રીય અભિનય, વક્તૃત્વ જેવી વિવિધ ૧૯ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. મીડિયા તથા મનોરંજન જગત સાથે જોડાયેલા મહાનુભાવોએ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિતોએ મનોરંજન કૃતિઓ માણી હતી. સહભાગીઓને પ્રમાણપત્ર તથા વિજેતાઓને ઈનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. મીડિયોત્સવ ૨૦૨૬ની સફળતા પાછળ સેન્ટર ફોર પ્રોફેશનલ સ્ટડીઝ, ગુજરાત સાહિત્ય અકાદમી, જમાવટ મીડિયા, ફૌજી બેગ્ઝ અને રિવોઇ મીડિયાનો અતુલ્ય સાથ રહ્યો હતો.
Some glimpses of Mediotsav- 2026.Full day workshops and competitions kept more than 400 participants engaged creatively.A big thanks to the student committees & team NIMCJ, all Mavengers who whole heartedly participated and supported the event… pic.twitter.com/EhBK3BybII
— Prof.(Dr.)Shirish Kashikar 🇮🇳 (@journogujarati) February 9, 2026
સમગ્ર કાર્યક્રમ માટે સંસ્થાના નિયામક પ્રો. (ડૉ.) શિરીષ કાશીકર, નાયબ નિયામક ઈલાબેન ગોહિલ, પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, ડૉ. ગરિમા ગુણાવત, શ્રીમતી રીતુ વર્મા, લાઈબ્રેરીયન માનસી સરવૈયા, ટેકનિકલ આસિસ્ટન્ટ ચારુદત્ત અખાડે, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ સતત જહેમત ઉઠાવી હતી.


