
લવિંગના ઓષધીય ગુણો -દાંતના દુખાવાથી લઈને અનેક સમસ્યામાંથી આપે છે છૂટકારો
આખા તેજાનાને વિશ્વભરમાં ઔષધ ગણવામાં આવે છે, જુદા જુદા મરી મસાલાઓના અનેક ગણો હોય છે,આ આખા તેજાનામાં એક ખાસ તેજાનો અટેલે કે લવિંગ, જે એક અસરકારક ઔષધી સમાન ગણાય છે.ભારતીય મસાલાની અંદર લવિંગનો ઉપયોગ મોટા પ્રમાણે કરવામાં આવે છે.
તેજાનો લવિંગ સ્વાદમાં તીખો હોય છે અને ભારતીય કિચનમાં તેનો મહત્તમ ઉપયોગ પ્રાચીન સમય.થી થતો આવ્યો છે આજે પણ થઈ રહ્યો છે,લવિંગના ઓષધીય ગુણો શરીરને સ્વલસ્થ રાખવામાં મદદરુપ સાબિત થાય છે.
લવિગંના અનેક ગુણો
- લવિંગમાં એન્ટીઓક્સીડેન્ટ સમાયેલું હોય છે જેને કારણે ઇમ્યુનીટી શક્તિ વધારવામાં ખૂબ મદદ કરે છે.
- લવીંગ ખાવાથી શારીરીક ક્ષમતામાં પણ વધારો થાય છે
- લવિંગ શરીરમાં ટેસ્ટોસ્ટેરાન ની સંખ્યા વધારવામાં મદદ કરે છે
- લવિંગ માં એન્ટી ફંગલ ગુણ હોય છે. આ શ્વાસ સંબંધીત બીમારી માં રામબાણ સમાન સાબિત થાય છે
- લવિંગના પાવડરને ખાવાથી શ્વાસ લેવામા થતી મુશ્કેલી થી છુટકારો મળે છે.
- જે વ્યક્તિઓના મોમાં પાયોરિયાની સમસ્યા હોય તેવા વ્યક્તિઓ ના મોં માંથી દુર્ગંધ આવતી હોય છે.
- આ સાથે જ જ્યારે દાંચમાં દુખાવો થતો હોય ત્યારે લવિંગ દાંતમાં બદાવી રાખવાથી દુખાવામાં પણ રાહત થાય છે
- દાંતને લગતી દરેક સમસ્યાઓ માટે લવિંગ રામબાણ ઈલાજ ગણાય છે
- લવિંગથી પેટને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ હલ થાય છે. પેટની સમસ્યાઓમાં ગેસ માટે લવિંગ રામબાણ ઈલાજ ગણાય છે.
- રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ પાણીમાં લવિંગના તેલના ટીપા નાખી તે પાણી પીવાથઈ રાહત થાય છે.
સાહિન-