
દરેક વ્યક્તિને પોતાનો ચહેરો સુંદર અને સાફ રાખવો પસંદ હોય છે. ચહેરો જ પર્સનાલિટીનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. મહિલાઓ માટે અનેક વસ્તુઓ બજારમાં મળી રહે છે. જેથી તેઓ ચહેરાની સરળતાથી કાળજી રાખી શકે છે પરંતુ પુરુષો પોતાના ચહેરાની કાળજી રાખવાનું ટાળે છે. જો કે, મહિલાઓ કરતા વધારે ચહેરાની કાળજીની જરૂર પુરુષોને હોય છે.
મોટાભાગના પુરુષો ફિલ્ડ વર્ક કરતા હોય છે. જેથી તેમનો ચહેરો તડકો અને ધૂલ-માટીથી ખરાબ થઈ જાય છે. જો કે, પુરુષો આ વાતને નજરઅંદાજ કરે છે અને પોતાના ચહેરાનું ધ્યાન રાખતા નથી. જેથી તેમનો ચહેરો ધીરે-ધીરે ડલ પડી જાય છે. જેથી પુરુષોએ પણ ચહેરાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
- નિયમિત ચહેરાને સાફ રાખવો
સૌથી પ્રથમ બહારથી જ્યારે ઘરે પહોંચીએ ત્યારે નિયમપૂર્વક ચહેરો ચોખા પાણીથી ધોઈ નાખવો જોઈએ. આખો દિવસ પ્રદુષણના પ્રભાવથી આપની ત્વચા નિર્જીવ અને શુષ્ક બની જાય છે. આપની ત્વચાની ચમક જાળવી રાખવા નિયમિત ચહેરો ધોવો જોઈએ. આ ઉપરાંત ફેસવોશ અથવા ક્લીઝરથી સાફ કરી શકો છો. આખી રાત તમારી ત્વચા ઓઈલ એકત્ર કરે છે જેથી સવારે ફેસવોશનો ઉપયોગ કરવો વધારે ફાયદાકારક હોય છે.
- વેટ વાઈપ્સનો ઉપયોગ
છોકરી હોય કે છોકરો દરેકે પોતાની બેગમાં વેટ વાઈપ્સ રાખવું જોઈએ, આ આપને હંમેશા કામ આવશે. ઉનાળાની કાળઝાળ ગરમી અને વરસાદની સિઝન કામ આવે છે. આનાથી આપ આપના ચહેરાને સાફ કરી શકો છે. ચહેરાને સાફ કર્યાં બાદ આપ તાજગી અનુભવશો. વાઈપ્સ ચહેરા ઉપરની ગંદકીને સાફ કરે છે.
- શિયાળામાં મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ
શિયાળામાં મોટાભાગના લોકોની ત્વચા ફાટવાની સમસ્યા સર્જાય છે. જેથી પુરુષોએ શિયાળામાં મોઈશ્ચરાઈઝરનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. જેથી ચહેરાની નમી જળવાઈ રહેશે.
- ઉનાળામાં સનસ્ક્રીનનો ઉપયોગ
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સૂર્યના કિરણોથી બચવા માટે પુરુષોએ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. મોટાભાગના પુરુષો ફિલ્ડ વર્ક કરતા હોય છે જેથી તેમના ચરેહા ઉપર ધૂળ-માટી લાગતા ગંદો થઈ જાય છે. સનસ્ક્રીનના અનેક ફાયદા છે. આપને ટેનિંગ, ડાર્ક સ્પોટ્સ અને એજિંગની સમસ્યાથી બચાવે છે.