1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેશી દારૂ બનાવવા વપરાયો મિથેનોલ, અમદાવાદથી મોકલવાયું હતું કેમિકલ, આરોપીઓ રાઉન્ડઅપ
દેશી દારૂ બનાવવા વપરાયો મિથેનોલ, અમદાવાદથી મોકલવાયું હતું કેમિકલ, આરોપીઓ રાઉન્ડઅપ

દેશી દારૂ બનાવવા વપરાયો મિથેનોલ, અમદાવાદથી મોકલવાયું હતું કેમિકલ, આરોપીઓ રાઉન્ડઅપ

0
Social Share

અમદાવાદઃ  બોટાદ અને અમદાવાદ જિલ્લાના કથિત લઠ્ઠાકાંડમાં કુલ 18 લોકોના મોત થયા છે. જ્યારે હાલ 32 લોકોને ગંભીર અસર થતા ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કથિત લઠ્ઠાકાંડની તપાસમાં 4 જિલ્લાની પોલીસ લાગી છે. અમદાવાદ, ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાની પોલીસની મદદ લેવાઈ રહી છે. જોકે, કથિક લઠ્ઠાકાંડ મામલે SIT ની રચના કરવામાં આવી છે. ATS ના DIG દિપેન ભદ્રન, SP સુનિલ જોશી સહિત આખી ટીમ બરવાળા પહોંચી છે. સમગ્ર કેસની ATS દ્વારા ઝણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસે કુલ પાંચ આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. અમદાવાદ અને બોટાદથી આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. અમદાવાદથી કેમિકલ મોકલનારા અને વેચનારાને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. કેમિકલમાં પાણી અને દારૂ ભેળવી વેચતા હતા. અમદાવાદથી રિક્ષામાં કેમિકલ મોકલવામાં આવ્યું હતું.

બોટાદ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લીધે પોલીસની આબરૂના ધજીયા ઊડી ગયા છે. લઠ્ઠાંકાંડમાં ઝેરી કેમિકલ પીવાથી મોત થયાનું પોલીસ વાજિંત્ર વગાડી રહી છે. બરવાળા, ધંધુકા અને રાણપુર તાલુકાના ગામોમાં ચોકડી ગામથી દેશી દારૂ મોટા પ્રમાણમાં સપ્લાય કરવામાં આવતો હતો. હવે રાજ્ય સરકારે આ બનાવની તપાસ માટે સીટની રચના કરી છે. આઇ.જી અશોકકુમાર યાદવે બોટાદમાં મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ બોટાદની સોનાવાલ હોસ્પિટલ ખાતે ત્રણ વ્યક્તિના સતાવાર મોતની પુષ્ટી થઈ છે. જ્યારે અન્ય લોકો સારવારમાં છે.જેમાં ઘણાની સ્થિતિ ક્રિટીક્લ હોવાનું તબીબી અભિપ્રાયમાં જાણવા મળ્યું છે.આ લોકોને સારી ટ્રીટમેન્ટ મળી રહે તે માટે ભાવનગરથી મેડિકલ ટીમ બોલાવવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા ડીવાય.એસ.પીના નેતૃત્વમાં સ્પેશિયલ ઈન્વેસિટગેશન ટીમ (SIT) બનાવવામાં આવી છે. જેમાં તાપનીશ ટીમ ઘટનાના તમામ આયામોને ધ્યાને લઈને નિષ્પક્ષ તપાસ કરશે.

ભાવનગરની તબીબી ટીમને બોટાદ મોક્લાઈ

ભાવનગરઃ બોટાદમાં બનેલી ઘટનાની ભાવનગર સર ટી.હોસ્પિટલ તંત્રને જાણ કરવામાં આવતાં સાંજના સુમારે ભાવનગર સર ટી. હોસ્પિટલ તંત્રએ બે મેડીકલ ઓફિસર, બે મેડીસીન વિભાગના એકસ્પર્ટ ફેકલ્ટી કમ ડૉકટર્સ તથા પેરા મેડીકલ અને ટેકનિકલ સ્ટાફ મળી ૮થી વધુ સ્ટાફ મેમ્બર્સને બોટાદ મોકલી આપવામાં આવ્યા છે. હજુ વધુ સ્ટાફ કે સાધનોની જરૂર પડશે તો હોસ્પિટલ તંત્ર તે માટે પણ સજ્જ છે. જયારે, આ ઘટનાને લઈ બોટાદથી 17 જેટલાં દર્દીઓને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જે તમામની અહીં સારવાર શરૂ કરી દેવાઈ છે. તેમ ભાવનગરના સર.ટી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેટ ડો. જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.

લઠ્ઠાકાંડની ચર્ચા સાથે સોશિલ મીડિયામાં અફવાનું બજાર ગરમાયું

બોટાદઃ જિલ્લાના લઠ્ઠાકાંડને લીધે સોશિયલ મીડિયામાં અફવાનું બજાર ગરમાયું હતું. અને રીતસર મેસેજનો મારો શરૂ થઈ ગયો હતો. આ બનાવને લઈ સોશિયલ મીડિયાના તમામ માધ્યમો પર આ ઘટના મોડીરાત સુધી છવાયેલી રહી હતી.તો, આ ચકચારી બનાવને લઈ અફવાનું બજાર પણ ગરમાયું હતું. અને લઠ્ઠાકાંડના શિર્ષક નીચે એક ડીઝીટથી શરૂ કરી બે ડિઝીટ સુધીના મૃત્યુઆંકની વિગતો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જો કે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી વિવિધ ચર્ચાઓ અને અટકળોને મોડે સુધી સતાવાર સમર્થન મળ્યું ન હતું. તો, બનાવની ગંભીરતાને જોતાં પોલીસ અને વહિવટી તંત્રે પણ આ મુદ્દે મોડીરાત સુધી મૌન સેવ્યું હતું.

ધંધુકા, અમદાવાદ ખાતે દર્દીઓને ખસેડાયા, મૃતાંક વધવાની શક્યતા

સ્થાનિક સૂત્રો અને પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, આ ઘટનામાં બોટાદ સોનવાલા હોસ્પિટલ ઉપરાંત, ઘણા દર્દીઓની હાલત નાજૂક હોવાથી તેમને નજીકના મોટા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુંસાર, અમુક લોકોની તબિયત વધુ કથળતાં તેમને ધંધુકા કે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. જો કે, આ દર્દીઓની સંખ્યાનો સતાવાર આંકડો મોડે સુધી જાણવા મળ્યો ન હતો.

લઠ્ઠાકાંડના મૃતકોની યાદી

(૧) વશરામભાઈ શાંતિભાઈ પરમાર (ઉ.વ.૩૦, રોજીદ)

(૨) ધનશ્યામભાઈ વેલશીભાઈ (રોજીદ)

(૩) બળદેવભાઈ હરજીભાઈ મકવાણા (અણીયાળી)

(૪) હિંમતભાઈ મગનભાઈ વડદરીયા (અણીયાળી)

(૫) રમેશભાઈ મગનભાઈ વડદરીયા (અણીયાળી)

(૬) કિશનભાઈ માવજીભાઈ ચાવડા (ઉં.વ.૩૭, આકરૂ)

(૭) ભાવેશભાઈ માવજીભાઈ ચાવડા (ઉ.વ. ૨૭, આકરૂ)

(૮) પ્રવિણભાઈ બાબુભાઈ કુંવારીયા (ઉ.વ.૩૦, આકરૂ)

(૯) અરવિંદભાઈ નાનજીભાઈ સીતાપરા (ચંદરવા)

(૧૦) ઈર્શાદભાઈ ફકીરભાઈ કુરેશી (ચંદરવા)

(૧૧) જયંતીભાઈ ચેખલીયા (ઉંચડી)

(૧૨) ગગજીભાઈ મોહનભાઈ ચેખલીયા (ઉચડી)

(૧૩) ભુપત ઝીંગા રહે. રૌજીદ ગામ)

(૧૪) દિનેશ વહાણ વિરામ (ઉ.વ.૩૦)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code